Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઍક્ટિંગની સાથે ‘કચ્છ એક્સપ્રેસ’માં સૉન્ગ પણ ગાયું માનસીએ

ઍક્ટિંગની સાથે ‘કચ્છ એક્સપ્રેસ’માં સૉન્ગ પણ ગાયું માનસીએ

11 November, 2022 03:28 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

૨૦૨૩ની ૬ જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી આ ફિલ્મમાં પાર્થિવ અને માનસીએ લવ સૉન્ગ ગાયું છે

માનસી પારેખ, સચિન સંઘવી અને પાર્થિવ ગોહિલ

માનસી પારેખ, સચિન સંઘવી અને પાર્થિવ ગોહિલ


પાર્થિવ ગોહિલ અને માનસી પારેખ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ‘કચ્છ એક્સપ્રેસ’માં હવે તેઓ ગીત પણ ગાઈ રહ્યાં છે. આ ફિલ્મમાં માનસી ઍક્ટિંગ પણ કરી રહી છે અને તેની સાથે રત્ના પાઠક શાહ, ધર્મેન્દ્ર ગોહિલ અને દર્શિલ સફરી પણ જોવા મળશે. ૨૦૨૩ની ૬ જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી આ ફિલ્મમાં પાર્થિવ અને માનસીએ લવ સૉન્ગ ગાયું છે. તેમના ડ્યુએટ ‘રાજા ને રાની’ બાદ તેઓ ફરી સાથે ગીત ગાઈ રહ્યાં છે. આ ગીતના બોલ સ્નેહા દેસાઈએ લખ્યા છે. સચીન-જિગર દ્વારા એનું મ્યુઝિક આપવામાં આવ્યું છે. આ વિશે પાર્થિવે કહ્યું કે ‘તે ડ્રીમ કમ્પોઝર છે અને તે દરેક સિંગરના લિસ્ટમાં છે. આ સૉન્ગનું રેકૉર્ડિંગ કરવાનો અનુભવ ખૂબ જ અમેઝિંગ રહ્યો હતો.’

ફિલ્મમાં ઍક્ટ કરવાની સાથે સૉન્ગ પણ ગાનારી માનસીએ કહ્યું કે ‘મારા માટે આ ડબલ સ્પેશ્યલ હતું. સચીન-જિગર માટે ગીત ગાવું આઇસિંગ ઑન ધ કેક જેવું હતું.’


Whatsapp-channel Whatsapp-channel

11 November, 2022 03:28 PM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK