મિડ-ડેના સિટ વિથ હિટલિસ્ટના તાજેતરના એપિસોડમાં `જબ વી મેટ`ના દિગ્દર્શક ઇમ્તિયાઝ અલી ફિલ્મના નિર્માણ વિશેની વાતો વાગોળી હતી. તેમણે તે ફિલ્મ માટે કરીના કપૂર અને શાહિદ કપૂરને એકસાથે કાસ્ટ કરવાની પ્રક્રિયા અને તેના બોક્સ ઑફિસ પર્ફોર્મન્સના પરિણામની ચર્ચા કરી. અલીએ એ પણ ઉલ્લેખ કર્યો છે કે કેવી રીતે ફિલ્મની સફળતા પછી શાહિદ કપૂર તેના `ફાઇનાન્સિયલ એડવાઈઝર` બન્યા અને તે ક્યારેય "જબ વી મેટ"ની સિક્વલ બનાવશે કે કેમ તે અંગેના પ્રશ્નનો જવાબ પણ આપ્યો. જુઓ આ ખાસ મુલાકાતનો અંશ.