શાહરુખની કામ કરવાની પદ્ધતિ અને તેની એનર્જીથી વિજય ખૂબ પ્રભાવિત થયો છે
વિજય સેતુપતિ
વિજય સેતુપતિએ ‘જવાન’માં શાહરુખ ખાન સાથે કામ કર્યું છે. શાહરુખની કામ કરવાની પદ્ધતિ અને તેની એનર્જીથી વિજય ખૂબ પ્રભાવિત થયો છે. વિજય સેતુપતિ સાઉથ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ખૂબ ફેમસ છે. શાહરુખ સાથેના બૉન્ડિંગ વિશે વિજય સેતુપતિ કહે છે, ‘હું દરેકની પાસેથી કાંઈક ને કાંઈક શીખું છું. શાહરુખ ખાન પાસેથી એ શીખવા મળ્યું કે તેની એનર્જીમાં કદી પણ ઘટાડો નથી થતો. એક દિવસ શૂટિંગ દરમ્યાન તેની તબિયત ખરાબ હતી, પરંતુ એ બાબતનો અણસાર તેણે કોઈને આવવા દીધો નહીં. તે જ્યાં સુધી નહીં કહે ત્યાં સુધી કોઈને ખબર નથી પડતી. તેની એ ક્વૉલિટી ખૂબ અદ્ભુત છે. તેણે મારા વિશે ઘણીબધી બાબતો જણાવી એ જાણીને મને ખુશી થઈ હતી. રજનીકાન્ત પણ મારા વિશે અમુક વાત નોંધે છે તો મને આનંદ થાય છે. મને એ વાતની ખુશી થાય છે કે તેમણે મારા વિશે અને મારા પર્ફોર્મન્સ વિશે ઘણુંબધું નોંધી રાખ્યું છે.’
શાહરુખ ખાનનો એક સ્ટાફ-મેમ્બર સ્લમ એરિયામાં રહેતો હોવાથી તે ચાર કે છ મહિનામાં એક વાર રાતે બાર વાગ્યા પછી તેના ઘરે મળવા જતો હતો. તે તેના ઘરે દસથી પંદર મિનિટ પસાર કરતો હતો.

