યશે વખાણ કરતાં કહ્યું કે ટૉક્સિકમાં ઍક્ટ્રેસનું અલગ જ રૂપ જોવા મળશે
કિયારા અડવાણી
સુપરસ્ટાર યશે પોતાની આગામી ફિલ્મ ‘ટૉક્સિક: અ ફેરી ટેલ ફૉર ગ્રોન-અપ્સ’ની કો-સ્ટાર કિઆરા અડવાણીનાં ભરપૂર વખાણ કર્યાં છે. હૈદરાબાદમાં ફિલ્મની રિલીઝ પહેલાં યોજાયેલા કાર્યક્રમમાં યશે કહ્યું હતું કે ફિલ્મમાં કિઆરાની નાદિયાની ભૂમિકા દર્શકોને આશ્ચર્યચકિત કરશે. યશને વિશ્વાસ છે કે કિઆરાને આ અંદાજમાં જોયા બાદ સમગ્ર ભારત તેના પ્રેમમાં પડી જશે.
યશે કાર્યક્રમમાં કિઆરાના સ્વભાવનાં પણ વખાણ કર્યાં હતાં. તેણે કહ્યું હતું કે ‘કિઆરા ખૂબ જ સરળ અને સાચી વ્યક્તિ છે. તેનામાં એક પ્રકારની સહજતા છે જે તેને પડદા પર પણ ખાસ બનાવે છે. કિઆરાએ પોતાની કરીઅરમાં અત્યાર સુધી અનેક પ્રકારની ભૂમિકાઓ ભજવી છે, પણ ‘ટૉક્સિક’માં દર્શકોને તેનું એકદમ અલગ રૂપ જોવા મળશે. કિઆરા શાનદાર કો-સ્ટાર છે. તે ખૂબ જ સરળ છે અને એક ઉત્તમ અભિનેત્રી છે. ભારત ફરી એક વાર કિઆરાના પ્રેમમાં પડશે અને આ વખતે એક અલગ જ લેવલ હશે. ફિલ્મનો હિસ્સો બનવા બદલ હું તેનો આભાર માનું છું.’
