Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણદીપ હૂડાએ પત્ની સાથે ૫૦૦થી વધુ વૃક્ષો વાવ્યાં

રણદીપ હૂડાએ પત્ની સાથે ૫૦૦થી વધુ વૃક્ષો વાવ્યાં

Published : 06 June, 2025 07:10 AM | Modified : 07 June, 2025 07:21 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિશ્વ પર્યાવરણ દિને આ દંપતીએ પર્યાવરણની સુરક્ષા માટે પગલું ભર્યું

રણદીપ હૂડા અને તેની પત્ની લિન લૈશરામે ભેગાં મળીને મધ્ય પ્રદેશના કાન્હા નૅશનલ પાર્ક નજીક ૫૦૦થી વધુ વૃક્ષો વાવ્યાં હતાં.

રણદીપ હૂડા અને તેની પત્ની લિન લૈશરામે ભેગાં મળીને મધ્ય પ્રદેશના કાન્હા નૅશનલ પાર્ક નજીક ૫૦૦થી વધુ વૃક્ષો વાવ્યાં હતાં.


પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી થાય છે એ ‌નિમિત્તે રણદીપ હૂડા અને તેની પત્ની લિન લૈશરામે ભેગાં મળીને મધ્ય પ્રદેશના કાન્હા નૅશનલ પાર્ક નજીક ૫૦૦થી વધુ વૃક્ષો વાવ્યાં હતાં. આ કામમાં ગામના લોકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાન્હા નૅશનલ પાર્ક દેશના સૌથી પ્રખ્યાત જંગલોમાંનો એક છે.


રણદીપ હૂડાની પત્ની લિન લૈશરામ પણ અભિનેત્રી અને બિઝનેસવુમન છે અને તેણે આ વૃક્ષ વાવેતર અભિયાનમાં સંપૂર્ણ સાથ આપ્યો હતો. તેણે કહ્યું કે મને આનંદ છે કે આ ઇકોસિસ્ટમની રક્ષા માટે કંઈક કરવાનો મોકો મળ્યો.



રણદીપ પોતે એક વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર પણ છે અને તેને જંગલો અને પ્રાણીઓ સાથે ગાઢ લગાવ છે. રણદીપ અને લિનનો આ પ્રયાસ માત્ર વૃક્ષવાવેતર સુધી સીમિત નહોતો, તેમણે લોકોને પર્યાવરણ સંરક્ષણ માટે જાગ્રત પણ કર્યા હતા. તેમનું આ પગલું ઘણા લોકોને સુરક્ષિત ભવિષ્ય તરફ વિચારવા માટે પ્રેરણા આપી રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2025 07:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK