સની દેઓલ અને રણદીપ હૂડા સ્ટારર ‘જાટ’ સની દેઓલના ફૅન્સને બહુ પસંદ પડી હતી.
મૂવી સ્ટોલનનું પોસ્ટર
સ્ટોલન
OTT પ્લૅટફૉર્મ - પ્રાઇમ વિડિયો, ૪ જૂન
અભિષેક બૅનરજી સ્ટારર ‘સ્ટોલન’ એક ક્રાઇમ-થ્રિલર છે. આ ફિલ્મ રાજસ્થાનના એક ગામની સ્ટોરી છે અને એની સ્ટોરી એક બાળકીના અપહરણની આસપાસ આકાર લે છે. અનુરાગ કશ્યપ, કિરણ રાવ, નિખિલ અડવાણી અને વિક્રમાદિત્ય મોટવાણી જેવા ખ્યાતનામ સર્જકો આ ફિલ્મના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે.
ADVERTISEMENT
જાટ
OTT પ્લૅટફૉર્મ - નેટફ્લિક્સ, ૫ જૂન
સની દેઓલ અને રણદીપ હૂડા સ્ટારર ‘જાટ’ સની દેઓલના ફૅન્સને બહુ પસંદ પડી હતી. આ ફિલ્મની વાર્તા એક ‘જાટ’ની છે અજાણતામાં આંધ્ર પ્રદેશના એક એવા ગામમાં પહોંચી જાય છે જ્યાં રાણાતુંગાનો આતંક છે. આ પછી જાટ અને રાણાતુંગા વચ્ચે ખરાખરીનો જંગ જામે છે.
છલ કપટ : ધ ડિસેપ્શન
OTT પ્લૅટફૉર્મ - ઝી5, 6 જૂન
‘છલ કપટ : ધ ડિસેપ્શન’ એક ક્રાઇમ થ્રિલર છે. એમાં શ્રિયા પિલગાંવકર લીડ રોલમાં છે. આ વેબ-સિરીઝની વાર્તા લગ્નસમારોહમાં થયેલી એક હત્યાથી શરૂ થાય છે જેની તપાસ ઇન્સ્પેક્ટર દેવિકાને સોંપવામાં આવે છે. સત્યની તપાસના આ ઘટનાક્રમમાં અનેક માનવીય લાગણીઓ જોવા મળે છે.


