Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વેલકમ 4માં જોવા મળશે નાના પાટેકર, પરેશ રાવલ અને અનિલ કપૂરની ત્રિપુટી

વેલકમ 4માં જોવા મળશે નાના પાટેકર, પરેશ રાવલ અને અનિલ કપૂરની ત્રિપુટી

Published : 09 March, 2026 12:09 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘વેલકમ 4’ની સ્ટોરી એ રીતે તૈયાર કરવામાં આવી રહી છે કે આ ત્રણેય પ્રખ્યાત પાત્રો નવી વાર્તામાં સ્વાભાવિક રીતે ફિટ થઈ શકે

આ ત્રિપુટીને જોવા લોકો છે આતુર

આ ત્રિપુટીને જોવા લોકો છે આતુર


ફિલ્મ ‘વેલકમ’ સિરીઝની ફિલ્મોએ એની કૉમેડીને કારણે સારીએવી લોકપ્રિયતા મેળવી છે. ૨૦૦૭માં આવેલી પહેલી ફિલ્મે ઉદય શેટ્ટી અને મજનૂભાઈ જેવાં પાત્રોને અમર બનાવી દીધાં હતાં. એ પછી ૨૦૧૫માં એની સીક્વલ ‘વેલકમ બૅક’ રિલીઝ થઈ હતી. હવે આ ફ્રૅન્ચાઇઝીનો આગળનો ભાગ ‘વેલકમ ટુ ધ જંગલ’ રિલીઝ માટે તૈયાર થઈ રહ્યો છે.

હવે રિપોર્ટ અનુસાર મેકર્સે ‘વેલકમ 4’ પર પણ કામ શરૂ કરી દીધું છે અને આ ફિલ્મમાં નાના પાટેકર, પરેશ રાવલ અને અનિલ કપૂરની લોકપ્રિય ત્રિપુટી દર્શકોને હસાવતી જોવા મળશે. હાલમાં પ્રોડ્યુસર ફિરોઝ એ. નડિયાદવાલા અને તેમની રાઇટર્સ-ટીમ ફિલ્મની સ્ક્રિપ્ટ પર ઝડપી ગતિએ કામ કરી રહી છે અને હવે એ ઍડ્વાન્સ સ્ટેજ પર પહોંચી ગઈ છે.



‘વેલકમ 4’ની સ્ટોરી એ રીતે તૈયાર કરવામાં આવી રહી છે કે આ ત્રણેય પ્રખ્યાત પાત્રો નવી વાર્તામાં સ્વાભાવિક રીતે ફિટ થઈ શકે. ફિલ્મમાં ઘણા કૉમિક ડૉન જોવા મળશે અને એમાં હ્યુમર, ગ્લૅમર અને ઍક્શનનું કૉમ્બિનેશન જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

09 March, 2026 12:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK