Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સેન્ચુરિયન ટેસ્ટ-મૅચના બીજા જ દિવસે બંગલાદેશ સામે યજમાન સાઉથ આફ્રિકાએ ૪૦૩ રનની જંગી લીડ મેળવી

સેન્ચુરિયન ટેસ્ટ-મૅચના બીજા જ દિવસે બંગલાદેશ સામે યજમાન સાઉથ આફ્રિકાએ ૪૦૩ રનની જંગી લીડ મેળવી

Published : 25 November, 2026 06:14 PM | IST | Centurion
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બંગલાદેશી ફાસ્ટ બોલર ખાલેદ અહમદ અને શોરીફુલ ઈસ્લામને ૨-૨ વિકેટ મળી હતી. કૅપ્ટન નઝમુલ હુસેન શાન્તોએ સ્પિનર તરીકે પ્રયાસ કરીને માત્ર ૧ ઓવર ફેંકીને ૨૦ રન આપી દીધા હતા.

ઓપનર માર્કેસ અૅકરમૅને ૧૩૮ બૉલમાં ૧૫૦ રન ફટકાર્યા હતા, વિઆન મલ્ડરે ૧૭૮ બૉલમાં ૧૨ ફોર, બે સિક્સને આધારે ૧૦૦ રન કર્યા.

ઓપનર માર્કેસ અૅકરમૅને ૧૩૮ બૉલમાં ૧૫૦ રન ફટકાર્યા હતા, વિઆન મલ્ડરે ૧૭૮ બૉલમાં ૧૨ ફોર, બે સિક્સને આધારે ૧૦૦ રન કર્યા.


સેન્ચુરિયનમાં આયોજિત બીજી ટેસ્ટ-મૅચમાં યજમાન સાઉથ આફ્રિકાએ બે દિવસમાં જ બંગલાદેશીઓનો હંફાવી દીધા છે. પહેલા દિવસે બંગલાદેશને ૩૩.૩ ઓવરમાં ૯૧ રને ઑલઆઉટ કર્યા પછી યજમાન ટીમે બીજા દિવસના અંતે ૧૧૫ ઓવરમાં ૪૯૪-૭નો સ્કોર કરીને ૪૦૩ રનની જંગી લીડ મેળવી હતી. ઓપનર માર્કેસ ઍકરમૅને ૧૩૮ બૉલમાં ૨૩ ફોર, ૪ સિક્સની મદદથી ૧૫૦ રન ફટકાર્યા હતા. છઠ્ઠા ક્રમે રમી રહેલો વિઆન મલ્ડર ૧૭૮ બૉલમાં ૧૨ ફોર, બે સિક્સને આધારે ૧૦૦ રન કરીને અંતિમ ઓવરમાં કૅચઆઉટ થયો હતો.માર્કો યાન્સેન ૯૧ બૉલમાં ૬૭ રન કરીને અણનમ રહ્યો હતો. બંગલાદેશી ફાસ્ટ બોલર ખાલેદ અહમદ અને શોરીફુલ ઈસ્લામને ૨-૨ વિકેટ મળી હતી. કૅપ્ટન નઝમુલ હુસેન શાન્તોએ સ્પિનર તરીકે પ્રયાસ કરીને માત્ર ૧ ઓવર ફેંકીને ૨૦ રન આપી દીધા હતા.


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2026 06:14 PM IST | Centurion | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK