Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિવેક ઑબેરૉયે પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષા માટે દિલ્હી હાઈ કોર્ટમાં અરજી કરી

વિવેક ઑબેરૉયે પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષા માટે દિલ્હી હાઈ કોર્ટમાં અરજી કરી

Published : 06 February, 2026 11:59 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિવેકે કોર્ટને જણાવ્યું હતું કે, `સોશ્યલ મીડિયા પર પોસ્ટકાર્ડ, પોસ્ટર, વિડિયો અને પોસ્ટ્સ મારફત મારી છબિ ખરાબ કરવાની કોશિશ થઈ રહી છે`

વિવેક ઑબેરૉય

વિવેક ઑબેરૉય


વિવેક ઑબેરૉયે પોતાના પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષા માટે દિલ્હી હાઈ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. આ અરજીમાં વિવેકે કોર્ટને વિનંતી કરી છે કે મારી મંજૂરી વિના કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા મારું નામ, અવાજ, ફોટો કે મારી ઓળખ સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુનો ઉપયોગ ન કરી શકે એના નિર્દેશ આપે.

પોતાની અરજીમાં વિવેક ઑબેરૉયે જણાવ્યું હતું કે ‘કેટલાક લોકો મારી ઓળખનો ઉપયોગ કરીને મારી મંજૂરી વિના વસ્તુઓ વેચી રહ્યા છે. એ ઉપરાંત અનેક જગ્યાએ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને ડીપફેક ટેક્નૉલૉજી દ્વારા મારી તસવીરોને ખોટી અને અયોગ્ય રીતે રજૂ કરવામાં આવી રહી છે જે મારી જાહેર છબિને નુકસાન પહોંચાડે છે.’



વિવેકે કોર્ટને વધુમાં જણાવ્યું હતું કે ‘સોશ્યલ મીડિયા પર પોસ્ટકાર્ડ, પોસ્ટર, વિડિયો અને પોસ્ટ્સ મારફત મારી છબિ ખરાબ કરવાની કોશિશ થઈ રહી છે. આમાંથી કેટલીક કન્ટેન્ટ માત્ર ભ્રામક જ નથી, અપમાનજનક અને માનહાનિકારક પણ છે. અનેક કેસમાં મારી લોકપ્રિયતા અને ઓળખનો ખોટો લાભ લઈને વ્યાવસાયિક લાભ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.’


અરજીમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈ પણ કલાકાર અથવા જાહેર વ્યક્તિનાં નામ, છબિ અને ઓળખ પર પહેલો અધિકાર એ વ્યક્તિનો જ હોય છે, તેની સંમતિ વિના કોઈ પણ પ્રકારનો વ્યાવસાયિક ઉપયોગ કાયદેસર નથી, આવું કરવાથી વ્યક્તિની પ્રતિષ્ઠા અને માર્કેટ-વૅલ્યુ બન્નેને નુકસાન થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

06 February, 2026 11:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK