વિવેકે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો પોસ્ટ કર્યો છે જેમાં જોઈ શકાય છે
વિવેક ઑબેરૉય
વિવેક ઑબેરૉયે સવાબાર કરોડ રૂપિયાની રોલ્સ રૉયસ કાર ખરીદી છે. વિવેકે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો પોસ્ટ કર્યો છે જેમાં જોઈ શકાય છે કે તે તેના પપ્પા સુરેશ ઑબેરૉય, મમ્મી યશોધરા અને પત્ની પ્રિયંકાને ઘરની બહાર લઈ આવે છે તથા ત્યાર બાદ ગૅરેજ ખોલીને નવી કાર પરિવારજનોને દેખાડે છે. એ પછી વિવેક તેમને આ કારમાં ડ્રાઇવ પર પણ લઈ જાય છે. વિવેકે આ કાર દુબઈમાં લીધી હોય એવું લાગે છે, તે ત્રણેક વર્ષથી ત્યાં રહેવા ગયો છે. વિવેકે વિડિયો સાથે લખ્યું છે : સફળતા જુદા-જુદા આકાર અને કદમાં આવતી હોય છે, આજે એ આવી દેખાય છે.