Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઈઠાના ટાઇટલના વિવાદનો આખરે આવી ગયો અંત

ઈઠાના ટાઇટલના વિવાદનો આખરે આવી ગયો અંત

Published : 04 July, 2026 03:52 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ મામલે વાત કરતાં મંગલા બનસોડે કરાવડીકરે કહ્યું હતું કે ‘અમને ફિલ્મના ટાઇટલ સામે કોઈ વાંધો નથી. મેં મોહિત સાથે વાત કરી છે અને તેને આ મુદ્દે હવે આગળ કોઈ નિવેદન ન આપવા જણાવ્યું છે. આ ટાઇટલ એકદમ યોગ્ય છે,

ઈઠાના ટાઇટલના વિવાદનો આખરે આવી ગયો અંત

ઈઠાના ટાઇટલના વિવાદનો આખરે આવી ગયો અંત


પ્રખ્યાત લાવણી અને તમાશા કલાકાર વિઠાબાઈ ભાઉમાંગ નારાયણગાવકરના જીવન પર બની રહેલી ફિલ્મ ‘ઈઠા’ના ટાઇટલને લઈને તાજેતરમાં વિવાદ સર્જાયો હતો. વિઠાબાઈ નારાયણગાવકરના પૌત્ર મોહિત નારાયણગાવકરે ‘ઈઠા’ નામ સામે વાંધો ઉઠાવ્યો હતો અને ફિલ્મના ટાઇટલમાં દિવંગત કલાકારનું સંપૂર્ણ નામ સામેલ કરવાની ડિમાન્ડ કરી હતી. જોકે હવે વિઠાબાઈની સૌથી મોટી દીકરી મંગલા બનસોડે કરાવડીકરે પરિવારનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે તેમને ફિલ્મના ટાઇટલ સામે કોઈ વાંધો નથી.

આ મામલે વાત કરતાં મંગલા બનસોડે કરાવડીકરે કહ્યું હતું કે ‘અમને ફિલ્મના ટાઇટલ સામે કોઈ વાંધો નથી. મેં મોહિત સાથે વાત કરી છે અને તેને આ મુદ્દે હવે આગળ કોઈ નિવેદન ન આપવા જણાવ્યું છે. આ ટાઇટલ એકદમ યોગ્ય છે, કારણ કે એ સમય દરમ્યાન મારી માતા જે ગામોમાં કાર્યક્રમો કરતી હતી ત્યાંના લોકો તેમને પ્રેમથી ‘ઈઠા’ કહીને જ બોલાવતા હતા. ફિલ્મના રિસર્ચ દરમ્યાન મેં આ માહિતી નિર્દેશક લક્ષ્મણ ઉતેકર સાથે પણ શૅર કરી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

04 July, 2026 03:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK