Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મહાવતાર માટે વિકી કૌશલ વધારશે પચીસ કિલો જેટલું વજન

મહાવતાર માટે વિકી કૌશલ વધારશે પચીસ કિલો જેટલું વજન

Published : 01 August, 2026 03:38 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિકી કૌશલ છેલ્લે ફિલ્મ ‘છાવા’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ માટે તેણે શાનદાર બૉડી-ટ્રાન્સફૉર્મેશન કર્યું હતું. હવે વિકી પોતાની આગામી ફિલ્મ ‘મહાવતાર’ માટે જબરદસ્ત ફિઝિકલ ટ્રાન્સફૉર્મેશન કરવા જઈ રહ્યો છે.

મહાવતાર માટે વિકી કૌશલ વધારશે પચીસ કિલો જેટલું વજન

મહાવતાર માટે વિકી કૌશલ વધારશે પચીસ કિલો જેટલું વજન


વિકી કૌશલ છેલ્લે ફિલ્મ ‘છાવા’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ માટે તેણે શાનદાર બૉડી-ટ્રાન્સફૉર્મેશન કર્યું હતું. હવે વિકી પોતાની આગામી ફિલ્મ ‘મહાવતાર’ માટે જબરદસ્ત ફિઝિકલ ટ્રાન્સફૉર્મેશન કરવા જઈ રહ્યો છે. વિકી ટૂંક સમયમાં માઇથોલૉજિકલ-હિસ્ટોરિકલ ડ્રામા ફિલ્મ ‘મહાવતાર’માં જોવા મળશે અને રિપોર્ટ પ્રમાણે તે આ ફિલ્મ માટે પોતાનું વજન પચીસ કિલો જેટલું વધારશે, જેથી તે પોતાના પાત્રમાં સંપૂર્ણ રીતે ઢળી શકે. તે સપ્ટેમ્બર મહિનાથી સેલિબ્રિટી ફિટનેસ કોચ તેજસ લાલવાણી સાથે આ માટે ખાસ ટ્રેઇનિંગ શરૂ કરશે અને ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ડિસેમ્બરમાં શરૂ થવાની શક્યતા છે.
ડિરેક્ટર અમર કૌશિકની ‘મહાવતાર’માં વિકી ભગવાન પરશુરામનું પાત્ર ભજવશે અને આ ફિલ્મ આવતા વર્ષના અંતમાં કે પછી ૨૦૨૮ની શરૂઆતમાં રિલીઝ કરવાનું પ્લાનિંગ છે. 


Whatsapp-channel Whatsapp-channel

01 August, 2026 03:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK