કૅટરિના કૈફ સાથેના પ્રેમની શરૂઆત કેવી રીતે થઈ એ વિશે વિકી કૌશલે કહ્યું...
વિકી કૌશલ , કૈટરીના કૈફ
વિકી કૌશલે કહ્યું કે તે પહેલી વાર કૅટરિના કૈફને મળ્યો અને ત્યાર બાદ સતત મળતો રહ્યો અને તેમની વચ્ચેનો બૉન્ડ એકદમ સ્ટ્રૉન્ગ થઈ ગયો. વિકી અને કૅટરિનાએ ૨૦૨૧ના ડિસેમ્બરમાં લગ્ન કર્યાં હતાં. આ પહેલાં તેમણે થોડાં વર્ષ એકમેકને ડેટ પણ કર્યાં હતાં. વિકીએ હાલમાં જ ‘નો ફિલ્ટર નેહા’ શોમાં હાજરી આપી હતી. કૅટરિના સાથેના પ્રેમની શરૂઆત વિશે વાત કરતાં વિકીએ કહ્યું હતું કે ‘બે વ્યક્તિઓ મળી અને તેમને એકમેકમાં કનેક્શન જોવા મળ્યું. આવી જ રીતે અમારી શરૂઆત થઈ હતી. અમે ત્યાર બાદ મળતાં રહ્યાં અને એકમેક વચ્ચે કનેક્શન છે એ ફીલ કરતાં રહ્યાં. ત્યાર બાદ અમે એક સ્ટેપ આગળ વધ્યાં ત્યારે અમને એહસાસ થયો કે અમારી વચ્ચે કંઈક છે અને એ કોઈ પણ જાતના પ્રયત્ન વગર છે. આ એક નૅચરલ ફીલિંગ હતી અને એ રીતે અમારી શરૂઆત થઈ હતી અને પછી લગ્ન થયાં.’


