વિકી કૌશલે પણ રિતેશ દેશમુખ અને આખી ટીમને ફિલ્મ માટે દિલથી શુભેચ્છાઓ પાઠવી હતી.
રિતેશ દેશમુખ અને વિકી કૌશલ
રિતેશ દેશમુખને શિવાજી મહારાજના રોલમાં ચમકાવતી ‘રાજા શિવાજી’ પહેલી મેએ રિલીઝ થવાની છે. રિતેશ આ ફિલ્મમાં લીડ ઍક્ટર, નિર્માતા અને લેખક તરીકે જોડાયેલો છે. આ ફિલ્મની રિલીઝ નજીક છે ત્યારે ‘છાવા’માં છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજનો રોલ ભજવનાર વિકી કૌશલ અને રિતેશ દેશમુખે એક ખાસ મુલાકાત કરી અને બન્ને ફિલ્મ ‘રાજા શિવાજી’ વિશે ઊંડી ચર્ચા કરતા જોવા મળ્યા હતા. આ વાતચીત દરમ્યાન રિતેશે એકસાથે ચાર મોટી જવાબદારીઓ સંભાળવાના અનુભવ વિશે ખુલાસો કર્યો. તેણે હિન્દી અને મરાઠી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના અનેક મજબૂત કલાકારો સાથે કામ કરવાના પડકારો વિશે વાત કરી. વિકી કૌશલે પણ રિતેશ દેશમુખ અને આખી ટીમને ફિલ્મ માટે દિલથી શુભેચ્છાઓ પાઠવી હતી.
