તેમની બર્થ-ઍનિવર્સરી ગઈ કાલે હોવાથી ફિલ્મનું નામ જાહેર કરવામાં આવ્યું હતું
વિકી કૌશલ
વિકી કૌશલ અભિનીત સૅમ માણેકશૉની બાયોપિકનું નામ ‘સૅમ બહાદુર’ રાખવામાં આવ્યું છે. તેમની બર્થ-ઍનિવર્સરી ગઈ કાલે હોવાથી ફિલ્મનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. સૅમ માણેકશાૅ પહેલા એવા ભારતીય આર્મી ઑફિસર હતા જેમને ફીલ્ડ માર્શલ તરીકે પ્રમોશન મળ્યું હતું. તેમણે ચાર દાયકા સુધી મિલિટરીમાં સેવા આપી હતી અને પાંચ યુદ્ધ લડ્યા હતા, જેમાં ૧૯૭૧માં ભારત-પાક લડાઈ પણ સામેલ છે. તેમના જીવન અને સમર્પણને દેખાડતી ફિલ્મને રૉની સ્ક્રૂવાલા પ્રોડ્યુસ કરશે અને મેઘના ગુલઝાર ડિરેક્ટ કરશે. આ ફિલ્મના ટાઇટલની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર કરતાં વિકીએ કૅપ્શન આપી હતી, ‘ધ મૅન, ધ લેજન્ડ. ધ બ્રેવ હાર્ટ. આપણા સૅમ બહાદુર... ફીલ્ડ માર્શલ સૅમ માણેકશૉની બર્થ-ઍનિવર્સરી નિમિત્તે તેમની સ્ટોરીને ‘સૅમ બહાદુર’ નામ આપવામાં આવ્યું છે.’