Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કૅન્સરને લડત આપીને સાજાં થઈ ગયેલાં નફીસા અલી સોઢીએ ૧૧,૦૦૦ ફુટની ઊંચાઈ સુધી કર્યું ટ્રેકિંગ

કૅન્સરને લડત આપીને સાજાં થઈ ગયેલાં નફીસા અલી સોઢીએ ૧૧,૦૦૦ ફુટની ઊંચાઈ સુધી કર્યું ટ્રેકિંગ

Published : 25 June, 2026 11:13 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નફીસા અલી સોઢી હાલમાં પેરીટોનિયલ (પેટની અંદરના આવરણ) અને ઓવેરિયન કૅન્સરને લડત આપીને સાજાં થયાં છે.

નફીસા અલી સોઢી

નફીસા અલી સોઢી


નફીસા અલી સોઢી હાલમાં પેરીટોનિયલ (પેટની અંદરના આવરણ) અને ઓવેરિયન કૅન્સરને લડત આપીને સાજાં થયાં છે. આ બીમારી સામે લડત આપ્યા પછી ૬૯ વર્ષનાં નફીસાએ રોહતાંગ પાસ નજીક ૧૧,૦૦૦ ફુટની ઊંચાઈ સુધી ટ્રેકિંગ કરવાની સિદ્ધિ મેળવી છે. આ ટ્રેકિંગનો અનુભવ જણાવતાં નફીસાએ કહ્યું હતું કે સર્જરી તથા અનેક કીમોથેરપી સેશન બાદ આ અનુભવથી તેમને ‘નવીનતા’ની લાગણી થઈ રહી છે.

નફીસાએ મંગળવારે સોશ્યલ મીડિયા પર તેમના આ ટ્રેકિંગનો વિડિયો શૅર કરીને પરિવાર અને મિત્રોના સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો. આ વિડિયોની કૅપ્શનમાં તેમણે લખ્યું હતું કે ‘૧૧,૦૦૦ ફુટની ઊંચાઈએ મિત્રો અને પરિવાર સાથે એક અદ્ભુત પિકનિક માટે ટ્રેકિંગ કર્યું. વિડિયોમાં તમે જોઈ શકો છો કે મારો જમાઈ અને મારો દોહિત્ર મને નીચે ઊતરવામાં મદદ કરી રહ્યા છે. સર્જરી અને અનેક કીમોથેરપી બાદ આ અનુભવથી મને ફરી એકદમ નવા જેવી લાગણી થઈ. અટલ ટનલ પાર કર્યા બાદ અમે સિસ્સુ નામના સ્થળે ૧૧,૦૦૦ ફુટની ઊંચાઈએ પિકનિક લંચ લીધું હતું. આ ખરેખર ભવ્ય અને યાદગાર અનુભવ હતો. રોહતાંગ નજીક ૧૧,૦૦૦ ફુટની ઊંચાઈએ મારો જમાઈ આદિલ અને દોહિત્ર આમૈર મને પથ્થરો પર ચડાવવામાં મદદ કરી રહ્યા હતા. આખરે હું કાર સુધી પહોંચી ગઈ. આ ખૂબ જ મજેદાર અનુભવ રહ્યો.’


Whatsapp-channel Whatsapp-channel

25 June, 2026 11:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK