Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મ ‘લવ એન્ડ વૉર’ના સેટ પર ક્રૂ મેમ્બરના મોત મામલે ભણસાલીની મુશ્કેલીઓ વધશે?

ફિલ્મ ‘લવ એન્ડ વૉર’ના સેટ પર ક્રૂ મેમ્બરના મોત મામલે ભણસાલીની મુશ્કેલીઓ વધશે?

Published : 24 June, 2026 05:38 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એક રિપોર્ટના આધારે, AICWAએ કહ્યું આ ઘટનામાં અસ્પષ્ટતા જણાઈ રહી છે અને અત્યાર સુધી તેના વિશે સાચી અને સંપૂર્ણ માહિતી મળી નથી. આ કારણે AICWAએ આ મામલે સઘન, નિષ્પક્ષ અને ઉચ્ચ કક્ષાની તપાસ થાય એવી માગ કરી છે.

સંજય લીલા ભણસાલી

સંજય લીલા ભણસાલી


સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ‘લવ એન્ડ વૉર’ના સેટ પર એક કાર્પેન્ટરના મોત મામલે મોટો વિવાદ ઊભો થયો છે. આ ઘટના અંગે હવે ‘ઑલ ઇન્ડિયન સિને વર્કર્સ એસોસિએશન’ (AICWA)એ સંજય લીલા ભણસાલી સામે FIR અને આ સમગ્ર ઘટનાની તપાસની માગ કરી છે.

AICWAનો CMને



મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ઔપચારિક પત્ર લખી સંજય લીલા ભણસાલી સામે FIRની માગણી કરી છે. તેમ જ ભણસાલીની પ્રોડક્શન હાઉસ અને શૂટ દરમિયાન હાજર દરેક વ્યક્તિઓને કારીગરના મોત માટે જવાબદાર ગણાવ્યા છે. એક રિપોર્ટના આધારે, AICWAએ કહ્યું આ ઘટનામાં અસ્પષ્ટતા જણાઈ રહી છે અને અત્યાર સુધી તેના વિશે સાચી અને સંપૂર્ણ માહિતી મળી નથી. આ કારણે AICWAએ આ મામલે સઘન, નિષ્પક્ષ અને ઉચ્ચ કક્ષાની તપાસ થાય એવી માગ કરી છે. વધુમાં AICWAએ પત્રમાં જણાવ્યું છે આ ઘટનાએ ફિલ્મ સેટ્સ પર કામ કરતાં લોકોની સુરક્ષા બાબતે ચિંતાજનક સવાલો ઊભા કર્યા છે. જો આ ઘટના પહેલા જરૂરી સલામતીના પગલાં લેવાયા હોત તો આ તે ટાળી શકાઈ હોત. ઘટનામાં મૃત્યુ થનાર કાર્પેન્ટર તેની પત્ની અને બે સગીર દીકરીઓ સાથે રહેતો હતો. AICWAએ મૃતકના પરિવારને આર્થિક સહાય મળે તે માટે સંજય લીલા ભણસાલી પાસે એક કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાની માગ કરી છે. આ સાથે જ મૃતકની વિધવાને રોજગાર અને આર્થિક સહાય તેમજ તેની દીકરીઓને ભવિષ્યની સુરક્ષા માટે લાંબા ગાળા સુધી આર્થિક સહાય આપવાની માગ કરી છે. જ્યાં સુધી ઘટના સ્થળે સલામતીની વ્યવસ્થા ન થાય અને એ વ્યવસ્થા સંબંધિત અધિકારીઓ દ્વારા પ્રમાણિત કરવામાં ન આવે ત્યાં સુધી પ્રોજેક્ટનું શૂટિંગ રોકવા AICWAએ મહારાષ્ટ્ર સરકારને અપીલ કરી છે.


`લવ એન્ડ વૉર` સેટ પર શું બન્યું હતું?

ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE) એ અગાઉ જણાવ્યું હતું કે ફિલ્મ સિટી મુંબઈ નજીક રૉયલ પમ્પ સ્ટુડિયોમાં 17 જૂને ‘લવ એન્ડ વૉર’ ફિલ્મની શૂટિંગ દરમ્યાન 42 વર્ષીય ચંદ્રધારી સિંહ યાદવનું મોત થયું હતું. જોકે આ દાવાના AICWAના પ્રમુખ સુરેશ શ્યામલાલ ગુપ્તાએ નકારી કાઢ્યો અને જણાવ્યું કે સેટ પરના છતનો એક ભાગ તૂટી પડતાં યાદવનું મૃત્યુ થયું અને આ ઘટનામાં અન્ય લોકો પણ ઘાયલ થયા હતા.


સંજય લીલા ભણસાલીના સેટ પર આગાઉની ઘટનાઓ નોંધાઈ

ગુપ્તાએ ભણસાલીની શૂટ દરમિયાન બનેલી આગાઉની ઘટનાઓ જણાવી. તેમણે કહ્યું કે આ પ્રકારની સમાન ઘટનાઓ ‘દેવદાસ’ અને ‘પદ્માવત’ની શૂટિંગ દરમ્યાન પણ બની હતી. AICWAએ વધુમાં જણાવ્યું કે ફિલ્મ કારીગરો સતત આવી અસુરક્ષિત સ્થિતિમાં કામ કરે છે જેથી ઓન-સેટ અકસ્માતોના જોખમમાં વધારો થાય છે. પ્રોડક્શન હાઉસે આ અંગે હજી સુધી સત્તાવાર જવાબ આપ્યો નથી.

Whatsapp-channel Whatsapp-channel

24 June, 2026 05:38 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK