આ બન્ને જલદી જ પેરન્ટ્સ બનવાના છે.
વરુણ ધવન , વાઇફ નતાશા દલાલ
વરુણ ધવનની વાઇફ નતાશા દલાલ ગઈ કાલે ૩૬ વર્ષની થઈ છે. તેને બર્થ-ડે વિશ કરતાં વરુણે તેને કૅરટેકર જણાવી હતી. આ બન્ને જલદી જ પેરન્ટ્સ બનવાના છે. નતાશા સાથેની નાનકડી વિડિયો-ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વરુણે કૅપ્શન આપી, ‘હૅપી બર્થ-ડે ટુ માય કૅરટેકર. લવ યુ ફૉરેવર.’
ફોટોગ્રાફર પર ભડક્યો વરુણ
વરુણ ધવન મંગળવારે એક ક્લિનિકની બહાર દેખાયો હતો. એ વખતે ફોટોગ્રાફર્સ તેને ફોટો માટે અવાજ આપે છે. એથી ચિડાઈને વરુણ કહે છે, તેરે કો અંદર આના હૈ? તો ફોટોગ્રાફર ‘નહીં નહીં’ કહે છે. આ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. ફોટોગ્રાફર્સના આવા વર્તનને કારણે સેલિબ્રિટીઝ અનેક વખત રોષે ભરાય છે.