Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈકરો મહેણું ભાંગશે?

મુંબઈકરો મહેણું ભાંગશે?

20 May, 2024 06:57 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લોકસભાની છેલ્લી ત્રણ ચૂંટણીમાં દેશભરના સરેરાશ મતદાન કરતાં મુંબઈની છ બેઠક પર ૧૨થી ૧૭ ટકા ઓછું મતદાન નોંધાયું છે

ગઈ કાલે બાંદરા-વરલી સી-લિન્ક પર લેઝર કિરણો દ્વારા મતદાન વિશે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

ગઈ કાલે બાંદરા-વરલી સી-લિન્ક પર લેઝર કિરણો દ્વારા મતદાન વિશે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.


ઇલેક્શન ક‌મિશન અને રાજકીય પક્ષો દ્વારા અથાગ પ્રયાસ કરવામાં આવતા હોવા છતાં મુંબઈમાં સામાન્ય રીતે ૫૦થી ૬૦ ટકા જેટલું જ મતદાન થાય છે. લોકસભાની ચૂંટણીમાં દેશભરમાં જ્યાં ૬૦થી ૬૫ ટકા લોકો મત આપે છે ત્યારે મુંબઈમાં સરેરાશ એનાથી ઘણા ઓછા લોકો મત આપતા હોવાનું અત્યાર સુધી જોવા મળ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિવાજી પાર્કની સભામાં મુંબઈકરોને રેકૉર્ડબ્રેક મતદાન કરવાની અપીલ કરી હતી એટલે આ વખતે રેકૉર્ડ મતદાન કરીને મુંબઈગરાઓ મત આપવામાં ઓછો રસ દાખવતા હોવાનું મહેણું ભાંગશે કે અગાઉની જેમ જ સરેરાશ મતદાન થશે એનો ખ્યાલ આજે આવી જશે.

લોકસભાની ૨૦૦૯ની ચૂંટણીમાં દેશભરમાં સરેરાશ ૫૮.૨૧ ટકા મતદાન થયું હતું. ૨૦૧૪ની ચૂંટણીમાં ૮.૨ ટકાના વધારા સાથે ૬૬.૪૧ ટકા લોકોએ મત આપ્યા હતા. ૨૦૧૯ની ચૂંટણીમાં ૨૦૧૪ની ચૂંટણી કરતાં એક ટકો વધુ એટલે કે ૬૭.૪૦ ટકા મતદાન થયું હતું.



જોકે મુંબઈની લોકસભાની છ બેઠક પર અત્યાર સુધી નૅશનલ ઍવરેજથી ઓછું જ મતદાન થયું છે. ૨૦૦૯માં માત્ર ૪૧.૪૧ ટકા, ૨૦૧૪માં ૫૧.૫૯ ટકા અને ૨૦૧૯માં ૫૫.૩૮ ટકા લોકો જ મતદાન કરવા માટે ઘરની બહાર નીકળ્યા હતા.


દેશના અને મુંબઈના મતદાનની સરખામણી

સરેરાશ

૨૦૦૯

૨૦૧૪

૨૦૧૯

રાષ્ટ્રીય

૫૮.૨૧%

૬૬.૪૧%

૬૭.૪૦%

મુંબઈ

૪૧.૪૧%

૫૧.૫૯%

૫૫.૩૮%


મુંબઈ મેટ્રોપૉલિટન રીજનની ૧૦ બેઠકના દરેક વિધાનસભા મતવિસ્તારમાં ૨૦૧૯માં કેટલું મતદાન થયું હતું એ જોઈ લો. આજે એનાથી આગળ નીકળી જવાની જવાબદારી નિભાવવાની છે

વિધાનસભા બેઠકો
કોલાબા    ૪૪.૩૮ ટકા
મલબાર હિલ    ૫૪.૯૫ ટકા
ભાયખલા    ૫૩.૭૯ ટકા
મુંબાદેવી    ૪૭.૮૦ ટકા
શિવડી    ૫૧.૧૭ ટકા
વરલી     ૫૦.૮૨ ટકા

મુંબઈ સાઉથ સેન્ટ્રલ ઃ ૫૫.૪૦ ટકા
વિધાનસભા બેઠકો
અણુશક્તિનગર    ૫૫.૨૪ ટકા
ચેમ્બુર    ૫૫.૬૮ ટકા
ધારાવી    ૪૭.૪૮ ટકા
સાયન-કોલીવાડા    ૪૭.૪૮ ટકા
વડાલા    ૫૮.૩૫ ટકા
માહિમ    ૫૬.૮૨ ટકા

મુંબઈ નૉર્થ સેન્ટ્રલ ઃ ૫૩.૬૮ ટકા
વિધાનસભા બેઠકો
વિલે પાર્લે    ૬૦.૧૨ ટકા
ચાંદિવલી    ૫૦.૭૪ ટકા
કુર્લા    ૫૦.૨૯ ટકા
કાલિના    ૫૪.૬૮ ટકા
બાંદરા-ઈસ્ટ    ૫૧.૯૪ ટકા
બાંદરા-વેસ્ટ    ૫૧.૭૬ ટકા

મુંબઈ નૉર્થ ઈસ્ટ ઃ ૫૭.૨૩ ટકા
વિધાનસભા બેઠકો
મુલુંડ    ૬૨.૬૫ ટકા
વિક્રોલી    ૫૬.૪૧ ટકા
ભાંડુપ-વેસ્ટ    ૫૮.૦૬ ટકા
ઘાટકોપર-વેસ્ટ    ૫૫.૦૪ ટકા
ઘાટકોપર-ઈસ્ટ    ૬૦.૩૯ ટકા
માનખુર્દ-શિવાજીનગર    ૪૬.૫૪ ટકા

મુંબઈ નૉર્થ વેસ્ટ ઃ ૫૪.૩૧ ટકા
વિધાનસભા બેઠકો
જોગેશ્વરી-ઈસ્ટ    ૫૮.૮૭ ટકા
દિંડોશી    ૫૫.૮૬ ટકા
ગોરેગામ    ૫૧.૭૭ ટકા
વર્સોવા    ૪૭.૮૪ ટકા
અંધેરી-વેસ્ટ    ૪૯.૨૧ ટકા
અંધેરી-ઈસ્ટ    ૫૬.૩૦ ટકા

મુંબઈ નૉર્થ ઃ ૬૦.૦૯ ટકા
વિધાનસભા બેઠકો
બોરીવલી    ૬૫.૩૦ ટકા
દ​હિસર    ૬૧.૬૨ ટકા
માગાઠાણે    ૫૬.૭૭ ટકા
કાંદિવલી-ઈસ્ટ    ૫૫.૦૪ ટકા
ચારકોપ    ૬૦.૧૪ ટકા
મલાડ-વેસ્ટ    ૫૬.૩૭ ટકા

થાણે ઃ ૪૯.૩૯ ટકા
વિધાનસભા બેઠકો
મીરા-ભાઈંદર    ૪૮.૨૨ ટકા
ઓવળા-માજીવાડા    ૪૬.૫૭ ટકા
કોપરી-પાંચપાખાડી    ૫૦.૨૦ ટકા
થાણે    ૫૬.૭૫ ટકા
ઐરોલી    ૪૨.૮૧ ટકા
બેલાપુર    ૪૮.૧૬ ટકા

કલ્યાણ ઃ ૪૫.૩૧ ટકા
વિધાનસભા બેઠકો
અંબરનાથ    ૪૬.૭૨ ટકા
ઉલ્હાસનગર    ૪૭.૩૦ ટકા
કલ્યાણ-ઈસ્ટ    ૪૧.૪૧ ટકા
ડોમ્બિવલી    ૪૧.૩૭ ટકા
કલ્યાણ ગ્રામીણ    ૪૫.૦૬ ટકા
મુંબ્રા-કલવા    ૪૬.૨૫ ટકા

ભિવંડી ઃ ૫૩.૨૦ ટકા
વિધાનસભા બેઠકો
ભિવંડી ગ્રામીણ    ૬૪.૨૭ ટકા
શાહપુર    ૫૮.૩૭ ટકા
ભિવંડી-વેસ્ટ    ૫૦.૫૨ ટકા
ભિવંડી-ઈસ્ટ    ૪૬.૬૩ ટકા
કલ્યાણ-વેસ્ટ    ૪૨.૨૭ ટકા
મુરબાડ    ૫૫.૫૫ ટકા

પાલઘર ઃ ૬૩.૭૬ ટકા
વિધાનસભા બેઠકો
દહાણુ    ૬૪.૪૭ ટકા
વિક્રમગડ    ૬૬.૮૧ ટકા
પાલઘર    ૬૬.૭૪ ટકા
બોઇસર    ૬૭.૧૦ ટકા
નાલાસોપારા    ૫૧.૪૯ ટકા
વસઈ    ૬૪.૧૬ ટકા

Whatsapp-channel Whatsapp-channel

20 May, 2024 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK