વરુણ અને રણવીરની ગુજરાતમાં ધમાલ
વરુણ ધવન અને રણવીર સિંહે ગુજરાતમાં ધમાલ મચાવી છે. વરુણ ધવન અમદાવાદમાં તેની ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર’ને પ્રમોટ કરવા માટે શ્રદ્ધા કપૂર અને નોર ફતેહી સાથે ગયો હતો. આ દરમ્યાન તેમણે ‘સ્ટ્રીટ ડાન્સર’ લખેલો પતંગ પણ ચગાવ્યો હતો.
ADVERTISEMENT
વરુણે એક વિડિયો શૅર કરી ગુજરાતીમાં લખ્યું હતું કે પતંગ ચગાવવાની મજા આવી ગઈ. બીજી તરફ વરુણ ગુજરાતમાં તેની ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’નું શૂટિંગ કરી રહ્યો છે. તેના કેટલાક ફોટો અને વિડિયો વાઇરલ થયા છે જેમાં તે ચાહકોને ભેટતો જોવા મળી રહ્યો છે.