Vaani Kapoor talks about her Journey: આઉટસાઇડર્સ માટે બૉલિવૂડમાં પોતાનું સ્થાન બનાવવું સહેલું નથી. જો તમે કોઈ ફિલ્મ પરિવાર સાથે જોડાયેલા નથી કે તમને લોન્ચ નથી કરતા, તો આ સફર તમારા માટે વધુ મુશ્કેલ બની જાય છે. જુઓ વાણી કપૂરનું શું કહેવું છે...
વાણી કપૂર ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)
આઉટસાઇડર્સ માટે બૉલિવૂડમાં પોતાનું સ્થાન બનાવવું સહેલું નથી. જો તમે કોઈ ફિલ્મ પરિવાર સાથે જોડાયેલા નથી અથવા કોઈ મોટા ફિલ્મ નિર્માતા તમને લોન્ચ નથી કરતા, તો આ સફર તમારા માટે વધુ મુશ્કેલ બની જાય છે. વાણી કપૂર છેલ્લે રેડ 2 માં જોવા મળી હતી. અભિનેત્રી તેની આગામી ફિલ્મ અબીર ગુલાલ માટે સમાચારમાં હતી, જે હવે અનિશ્ચિત છે. ફવાદ ખાન સાથેની વાણી કપૂરની આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે કોઈને ખબર નથી. તાજેતરમાં, વાણી કપૂરે ફિલ્મ જગતમાં પોતાની સફર વિશે ખાસ વાતચીત કરી હતી.
વાણી કપૂરે કહ્યું કે ઇન્ડસ્ટ્રીમાં શરૂઆતના દિવસોમાં તેને જાતિવાદ અને બૉડી શેમિંગનો સામનો કરવો પડ્યો હતો. અભિનેત્રી કહે છે કે તેને એક ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવી હતી કારણ કે તે ગોરી નહોતી અને તેને આ વાત સીધી નહીં પરંતુ કોઈ બીજા દ્વારા ખબર પડી હતી. તે આગળ કહે છે કે તેને તે સમયે પોતાને કહ્યું હતું કે, `જો રંગ તેમના માટે જરૂરી છે, તો હું આવા પ્રોજેક્ટનો ભાગ બનવા નથી માગતી અને તેને ખાતરી છે કે તે મુંબઈમાં પોતાના માટે એક સારો ફિલ્મ નિર્માતા શોધી શકશે. અભિનેત્રી આગળ કહે છે કે તે ફિલ્મ નિર્માતા મુંબઈનો નહોતો.
ADVERTISEMENT
વાણીએ કહ્યું કે એક ફિલ્મમેકરે તેને કહ્યું કે તે આ પાત્ર માટે યોગ્ય નથી કારણ કે તે ગોરી નથી. તેને કહ્યું કે વાણી `મિલ્કી-વાઇટ` નથી.
વાણી કપૂરે પોતાની સફર વિશે વાત કરી
વાણીએ આગળ કહ્યું કે આજે પણ લોકો તેને કહે છે કે તે ખૂબ પાતળી છે અને તેનું વજન વધારવું જોઈએ, પરંતુ તે આ બાબતોને તેના પર વધુ અસર થવા દેતી નથી. તે કહે છે, `હું મારા શરીરથી ખુશ છું, હું ફિટ છું અને હું મારી જાતને પ્રેમ કરું છું. ક્યારેક તમને સમજાતું નથી કે આ બધા લોકો તમારી કેર કરે છે એટલે આ કહી રહ્યા છે કે બસ આમ જ`.
વાણી કપૂર મંડલા મર્ડર્સમાં જોવા મળશે
કરિઅર વિશે વાત કરીએ તો, વાણી કપૂર હવે મંડલા મર્ડર્સમાં પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. તેનું દિગ્દર્શન મર્દાનીના દિગ્દર્શક ગોપી પુથ્રન કરી રહ્યા છે. વાણી કહે છે, `હવે સમય બદલાઈ રહ્યો છે, લોકો સ્ટ્રોન્ગ ફિમેલ પાત્રોને પસંદ કરી રહ્યા છે, પરંતુ ઘણીવાર સ્ત્રીઓની શક્તિ `ગુસ્સા` સાથે જોડાયેલી હોય છે, જે યોગ્ય નથી.` તે આગળ કહે છે કે આત્મવિશ્વાસથી બોલવું અને અભિપ્રાય રાખવો એ ગુસ્સાની નિશાની નથી. પોતાની વાત સમજાવતા, તે કહે છે કે દરેક વખતે ચૂપ રહેવું પણ યોગ્ય નથી.


