એની માહિતી તેણે સોશ્યલ મીડિયામાં આપી છે અને સાથે જ ફોન શોધી આપવા માટે મદદ માગી છે
ઉર્વશી રાઉતેલા
ઉર્વશી રાઉતેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાનની મૅચ જોવામાં તલ્લીન હતી એ દરમ્યાન તેનો ૨૪ કૅરૅટ ગોલ્ડનો આઇફોન ગુમ થઈ ગયો હતો. એની માહિતી તેણે સોશ્યલ મીડિયામાં આપી છે અને સાથે જ ફોન શોધી આપવા માટે મદદ માગી છે. એ વિશે ઇન્સ્ટાસ્ટોરી પર ઉર્વશીએ લખ્યું છે કે ‘રિયલ ગોલ્ડનો મારો ૨૪ કૅરૅટ ગોલ્ડનો આઇફોન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખોવાઈ ગયો છે. જો કોઈને મળે તો પ્લીઝ મદદ કરજો. જેમ બને એમ વહેલાસર મારો કૉન્ટૅક્ટ કરજો.’


