Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પચીસ વર્ષની મરાઠી ઍક્ટ્રેસ ઈશ્વરી દેશપાંડેનું ઍક્સિડન્ટમાં થયું મૃત્યુ

પચીસ વર્ષની મરાઠી ઍક્ટ્રેસ ઈશ્વરી દેશપાંડેનું ઍક્સિડન્ટમાં થયું મૃત્યુ

23 September, 2021 04:07 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ અકસ્માત વિશે પોલીસ ઇન્સ્પેક્ટર સૂરજ ગવસે કહ્યું હતું કે ‘પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડ્રાઇવરે કાર પરનું નિયંત્રણ ગુમાવતાં આ દુર્ઘટના ઘટી હતી.

ઇશ્વરી દેશપાંડે

ઇશ્વરી દેશપાંડે


મરાઠી ઍક્ટ્રેસ ઈશ્વરી દેશપાંડેનું ગોવામાં કાર ઍક્સિડન્ટ થતાં અવસાન થયું છે. તેની કાર સોમવારે સવારે સાડાપાંચ વાગ્યે ગોવાની બાગા ક્રીકના ઊંડા પાણીમાં ખાબકી હતી. તેના ફ્રેન્ડ શુભમ દડગેનું પણ ઘટનાસ્થળ પર જ નિધન થયું છે. આ અકસ્માતની સૂચના મળતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. 
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કાર અતિશય સ્પીડમાં દોડતી હોવાથી એ પાણીમાં પડી ગઈ હતી. આ અકસ્માત વિશે પોલીસ ઇન્સ્પેક્ટર સૂરજ ગવસે કહ્યું હતું કે ‘પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડ્રાઇવરે કાર પરનું નિયંત્રણ ગુમાવતાં આ દુર્ઘટના ઘટી હતી. નિયંત્રણ ગુમાવ્યા બાદ કાર કૉરિડોરની વિરુદ્ધ દિશામાં દોડવા લાગી અને ક્રીકમાં પડી ગઈ હતી. સવારે ૭ વાગ્યે ફાયરબ્રિગેડને બોલાવવામાં આવી હતી. તેમણે કાર અને બે શબને બહાર કાઢ્યાં હતાં.’


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2021 04:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK