Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તુષાર કપૂર અને નસીરુદ્દીન શાહની ‘મારીચ’ આવશે આ વર્ષે ૯ ડિસેમ્બરે

તુષાર કપૂર અને નસીરુદ્દીન શાહની ‘મારીચ’ આવશે આ વર્ષે ૯ ડિસેમ્બરે

14 September, 2022 03:31 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘લક્ષ્મી’ બાદ પ્રોડ્યુસર તરીકે ‘મારીચ’ મારી બીજી ફિલ્મ છે : તુષાર કપૂર

નસીરુદ્દીન શાહ અને તુષાર કપૂર

નસીરુદ્દીન શાહ અને તુષાર કપૂર


તુષાર કપૂર અને નસીરુદ્દીન શાહની ‘મારીચ’ આ વર્ષે ૯ ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને તુષારે પ્રોડ્યુસ કરી છે. અગાઉ પણ તેણે અક્ષયકુમારની ‘લક્ષ્મી’ પ્રોડ્યુસ કરી હતી. નસીરુદ્દીન શાહ સાથે તુષારની આ બીજી ફિલ્મ છે. બન્નેએ અગાઉ ‘ડર્ટી પિક્ચર’માં પણ કામ કર્યું હતું. ‘મારીચ’ વિશે તુષાર કપૂરે કહ્યું કે ‘આ ફિલ્મ મારા દિલની ખૂબ નજીક છે. ‘લક્ષ્મી’ બાદ પ્રોડ્યુસર તરીકે ‘મારીચ’ મારી બીજી ફિલ્મ છે. સાથે જ ઘણા સમય બાદ હું નસીરુદ્દીન શાહ સાહબ સાથે કામ કરી રહ્યો છું.’

પોતાનો રોલ ચૅલેન્જિંગ હોવાનું જણાવતાં તુષાર કપૂરે કહ્યું કે ‘એક ઍક્ટર તરીકે આ ફિલ્મે મને અનેક પ્રકારે પડકાર આપ્યો છે. અગાઉ મેં જે પણ કામ કર્યાં છે એનાથી આ હટકે રોલ છે. આશા છે કે દર્શકોને મારો આ નવો અવતાર ગમશે. આ વર્ષે ૯ ડિસેમ્બરે ‘મારીચ’ રિલીઝ થશે એને લઈને પણ હું એક્સાઇટેડ છું.’


Whatsapp-channel Whatsapp-channel

14 September, 2022 03:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK