વર્ષ 2017માં ફેમિના મિસ ઈન્ડિયા (ત્રિપુરા)નો ખિતાબ જીતનાર રિંકી ચકમાએ દુનિયાને અલવિદા (Rinky Chakma Died) કહ્યું. તેમની ઉંમર લગભગ 30 વર્ષની હતી.
રિંકી ચકમા (ફાઈલ ફોટો)
Rinky Chakma Died: વર્ષ 2017માં ફેમિના મિસ ઈન્ડિયા (ત્રિપુરા)નો ખિતાબ જીતનાર મોડલ રિંકી ચકમાએ 28 ફેબ્રુઆરીએ દુનિયાને અલવિદા કહ્યું. તેમની ઉંમર લગભગ 30 વર્ષની હતી. મિસ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને મોડલના મૃત્યુની પુષ્ટિ કરી છે. તેમના નિધનથી ચાહકો ખૂબ જ દુઃખ છે. તમને જણાવી દઈએ કે તે લાંબા સમયથી બ્રેસ્ટ કેન્સરથી પીડિત હતી. થોડા દિવસો પહેલા તેના મિત્રએ લોકોને ફંડ દાન કરવાની વિનંતી કરતી એક પોસ્ટ શેર કરી હતી.
ADVERTISEMENT
રિંકી ચકમાનું 28મી ફેબ્રુઆરીએ અવસાન થયું, તે સ્તન કેન્સર સામે લડી રહી હતી. નિદાન થયા બાદ તેની સર્જરી પણ કરવામાં આવી હતી. જો કે આ પહેલા તેના શરીરમાં કેન્સર ફેલાઈ ગયું હતું. આ કારણે તેને બ્રેઈન ટ્યુમર પણ થયો હતો. તેમને 22 ફેબ્રુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. રિંકીને મિસ બ્યુટી વિથ અ પર્પઝનો ખિતાબ મળ્યો હતો. રિંકી 2022થી કેન્સર સામે લડી રહી હતી.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે મિસ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશને તેમના નિધનની પોસ્ટ શેર કરતાની સાથે જ ચાહકોએ પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું હતું. બોલિવૂડ એક્ટ્રેસ નેહા ધૂપિયાએ પણ કોમેન્ટ સેક્શનમાં તૂટેલા દિલની ઈમોજી પોસ્ટ કરી છે.
મોડલ પ્રિયંકા કુમારી અને રિંકીની મિત્રએ થોડા દિવસો પહેલા તેના માટે એક પોસ્ટ શેર કરી હતી. તેમણે લોકોને પૈસા દાન કરવાની અપીલ કરી હતી. તેણે લખ્યું હતું કે, "અમે અમારી મિત્ર રિંકી ચકમા માટે ફંડ એકઠું કરી રહ્યા છીએ. સારવાર ચાલુ રહે તે માટે પૈસા એકત્ર કરવાની જરૂર છે. દાન કરવાનું વિચારો."
ઉલ્લેખનીય છે કે ગત રોજ ગુજરાતી ફિલ્મ અને રંગભૂમિના અભિનેતા જય વિઠલાણીનું પણ નિધન થયું છે. જામનગરના લોકપ્રિય એકટર અને યુવા ઉદ્યોગપતિ જય પ્રભુદાસભાઈ વિઠલાણીનું રાજકોટ ખાતે દુઃખદ અવસાન થયું છે. 42 વર્ષની યુવા વયે લાંબી બીમારી સામે ઝઝૂમ્યાં બાદ આજે અંતિમ શ્વાસ લીધા હતાં. અનેક યુવાઓ માટે પ્રેરણા સમાન અભિનેતા જય વિઠલાણીનું અભિનય ક્ષેત્રે મહત્વનું યોગદાન રહ્યું છે. તેઓ બિમારીનો સામનો કરી રહ્યાં છે. હિંમતપૂર્વક બિમારી સામે લડ્યા બાદ આજે એટલે કે 28 ફેબ્રુઆરીએ મોડી સાંજે રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. અભિનેતા જય વિઠલાણીએ અનેક ગુજરાતી, હિન્દી નાટકો અને ફિલ્મોમાં યાદગાર પાત્રો ભજવ્યા હતાં.

