૨૦૧૬માં તે પૉડકાસ્ટ ‘નો ફિલ્ટર નેહા’ લઈને આવી હતી. એનાં બે વર્ષ બાદ કરણ જોહરની ઍન્થોલૉજી ‘લસ્ટ સ્ટોરીઝ’માં તે જોવા મળી હતી, જે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર આવી હતી
નેહા ધૂપિયા
નેહા ધુપિયાએ જણાવ્યું કે જો આજે OTT એટલે કે ડિજિટલ પ્લૅટફૉર્મ ન હોત તો હું હજી સુધી બેરોજગાર જ હોત. ૨૦૧૬માં તે પૉડકાસ્ટ ‘નો ફિલ્ટર નેહા’ લઈને આવી હતી. એનાં બે વર્ષ બાદ કરણ જોહરની ઍન્થોલૉજી ‘લસ્ટ સ્ટોરીઝ’માં તે જોવા મળી હતી, જે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર આવી હતી. સાથે જ તે ૨૦૨૨માં આવેલી ફિલ્મ ‘અ થર્સડે’માં દેખાઈ હતી. આ ફિલ્મ ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થઈ હતી. ડિજિટલ પ્લૅટફૉર્મનો ફાયદો ગણાવતાં નેહાએ કહ્યું કે ‘મેં બે-ત્રણ વર્ષનો બ્રેક લીધો હતો. હું અન્ય કામ કરી રહી હતી, બાળકો હતાં જેને કારણે હું બિઝી હતી. બાદમાં મને વિચાર આવ્યો કે હું પ્રોડ્યુસર બની શકું છું, પરંતુ ઇન્ડસ્ટ્રીમાં પ્રોડ્યુસર બનવું અઘરું છે. જો આજે OTT ન હોત તો હું હજી સુધી અનએમ્પ્લૉયી હોત. મેં એક ફિલ્મ કરી અને મને થિયેટરમાં જઈને ફિલ્મો જોવાનું ગમે છે. એ દરમ્યાન મેં ત્રણ OTT શો પણ કર્યા હતા, એને કારણે હું બિઝી રહી હતી.’


