તૃપ્તિ અને સૅમ તેમની રિલેશનશિપને કારણે ચર્ચામાં રહ્યાં છે. સૅમ મૉડલ છે અને તેણે ૨૦૦૨માં ગ્લૅડરૅગ્સ મૅનહન્ટ સ્પર્ધા જીતી હતી
ઇન્સ્ટાગ્રામ પર તેણે આ તસવીરો શૅર કરી હતી
‘ઍનિમલ’ ફિલ્મથી રાતોરાત ફેમસ થઈ જનાર તૃપ્તિ ડિમરીની પર્સનલ લાઇફ પણ ચર્ચામાં છે. હાલમાં તૃપ્તિએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર પોતાની મૉલદીવ્ઝની લેટેસ્ટ ટ્રિપની તસવીરો અને વિડિયો શૅર કર્યાં છે. તૃપ્તિ આ તસવીરોમાં તેના બૉયફ્રેન્ડ સૅમ મર્ચન્ટ સાથે જોવા મળી રહી છે. ચર્ચા પ્રમાણે આ પહેલાં પણ બન્નેએ ફિનલૅન્ડમાં સાથે મળીને નવું વર્ષ ઊજવ્યું હતું અને ઇન્સ્ટાગ્રામ પર સમાન તસવીરો અને વિડિયો પોસ્ટ કર્યાં હતાં.
તૃપ્તિ અને સૅમ તેમની રિલેશનશિપને કારણે ચર્ચામાં રહ્યાં છે. સૅમ મૉડલ છે અને તેણે ૨૦૦૨માં ગ્લૅડરૅગ્સ મૅનહન્ટ સ્પર્ધા જીતી હતી. સૅમ મૉડલ હોવા ઉપરાંત બિઝનેસમૅન પણ છે. તૃપ્તિ અને સૅમના સંબંધોની બહુ જ ચર્ચા થઈ રહી હોવા છતાં તેમણે એ વિશે અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.


