આ દર્શન કરતી વખતે તૃપ્તિએ સામાન્ય ભાવકની જેમ જ હાથમાં પૂજાની થાળી લઈને લાંબી લાઇનમાં ઊભા રહીને દર્શન માટે પોતાના વારાની રાહ જોઈ હતી.
તૃપ્તિ ડિમરી
તૃપ્તિ ડિમરીએ હાલમાં નાશિકના ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગનાં દર્શન કરીને ભગવાન શિવના આશીર્વાદ લઈને આધ્યાત્મિક શાંતિ મેળવી હતી. તૃપ્તિએ પોતાના આ પ્રવાસની તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી છે અને લખ્યું છે ‘આત્મા માટેનો પ્રવાસ’. તેણે આ દર્શન કરતી વખતે પીચ કુરતી અને સફેદ પાયજામો પહેર્યાં હતાં અને વાળ ખુલ્લા રાખ્યા હતા. આ દર્શન કરતી વખતે તૃપ્તિએ સામાન્ય ભાવકની જેમ જ હાથમાં પૂજાની થાળી લઈને લાંબી લાઇનમાં ઊભા રહીને દર્શન માટે પોતાના વારાની રાહ જોઈ હતી.

