મનારાનું મનોબળ વધાર્યું પ્રિયંકાએ, મનારાએ ગાલ પર કિસ કરી હોવાથી હું અનકમ્ફર્ટેબલ થયો હતો : મુનાવર ફારુકી
સારા અલી ખાન
સારા અલી ખાન વિવિધ મંદિરો અને ગુરદ્વારામાં દર્શન કરવા જાય છે. પોતાની આ ધાર્મિક યાત્રાના ફોટો તે સોશ્યલ મીડિયામાં પણ શૅર કરે છે. હાલમાં જ તે ઔરંગાબાદમાં આવેલા ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગના મંદિરે ગઈ હતી. સારાએ યલો-પિન્ક કૉમ્બિનેશનનો ડ્રેસ પહેર્યો હતો. એના ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા. તે ભોળાનાથની ભક્તિમાં લીન દેખાઈ હતી.
મનારાનું મનોબળ વધાર્યું પ્રિયંકાએ
‘બિગ બૉસ 17’માં જોવા મળતી મનારા ચોપડા ફાઇનલમાં પહોંચી ગઈ છે. તે પ્રિયંકા ચોપડા જોનસની કઝિન છે. તાજેતરમાં જ આ રિયલિટી શોમાં ટૉર્ચર ટાસ્ક દરમ્યાન મનારા સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. એ જોતાં પ્રિયંકાની મમ્મી મધુ ચોપડા પણ રોષે ભરાઈ હતી. આ શોના અન્ય કન્ટેસ્ટન્ટ્સ અંકિતા લોખંડે, ઈશા માલવિયા અને આયેશા ખાનની તેણે આકરા શબ્દોમાં નિંદા કરી હતી. હવે આ શોનો ફિનાલે થવાનો છે. એના ફાઇનલમાં મનારાની સાથે અંકિતા લોખંડે, મુનવ્વર ફારુકી, અભિષેક કુમાર અને અરુણ માશેટ્ટી જોવા મળશે. એવામાં પોતાની કઝિન મનારાને સોશ્યલ મીડિયામાં પ્રિયંકાએ પ્રોત્સાહન આપ્યું છે. મનારાનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી, ‘તારું બેસ્ટ આપ અને બાકી બધું ભૂલી જા.’
મનારાએ ગાલ પર કિસ કરી હોવાથી હું અનકમ્ફર્ટેબલ થયો હતો : મુનાવર ફારુકી
ADVERTISEMENT
મુનવ્વર ફારુકીએ ‘બિગ બૉસ 17’ના લેટેસ્ટ એપિસોડમાં જણાવ્યું કે દિવાળી નાઇટ દરમ્યાન મનારા ચોપડાએ તેને ગાલ પર કિસ કરી હોવાથી તે અસહજ થઈ ગયો હતો. તો અંકિતા લોખંડેએ જણાવ્યું કે તેણે તો આવું કાંઈ નથી જોયું. તો મુનવ્વર કહે છે કે તેણે એ વિશે કોઈને જણાવ્યું નથી. મુનવ્વરે એમ પણ જણાવ્યું કે એ ઘટના બાદ મનારા સતત તેને પૂછવા માગતી હતી. જોકે મુનવ્વરે એમાં કોઈ રસ દેખાડ્યો નહીં. એ વિશે અંકિતાને ઇશારામાં જણાવી મુનવ્વરે કહ્યું કે ‘હું અનકમ્ફર્ટેબલ થયો હતો, કારણ કે મેં હંમેશાં એક સીમા જાળવી રાખી છે. હું એ વિશે કોઈને કાંઈ જણાવવા નહોતો માગતો, કેમ કે એનાથી તેને વિચિત્ર લાગશે. અમે જ્યારે સોફા પર બેઠાં હતાં ત્યારે બે-ત્રણ વખત તેણે કહ્યું કે ડાન્સ સારો હતો અને મને પૂછ્યું કે ડાન્સ કરતી વખતે
તને મજા આવી? તો મેં કહ્યું કે હા, મજા આવી.’