° °

આજનું ઇ-પેપર
Friday, 27 January, 2023


સારા અલી ખાને બર્થડે પર સુશાંત સિંહને ગમતું આ કામ કર્યુ, જુઓ અભિનેત્રીની પોસ્ટ

22 January, 2023 02:12 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સુશાંત સિંહ રાજપૂતના જન્મદિવસ પર અભિનેેત્રી સારા અલી ખાને અભિનેતાને ગમતું કામ કરીને તે દિવસની ખાસ ઉજવણી કરી. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર શેર કરેલો વીડિયો જોઈ તમે પણ ભાવુક થઈ જશો.

સુશાંત સિંહ અને સારા અલી ખાન

સુશાંત સિંહ અને સારા અલી ખાન

બૉલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન(Sara Ali Khan)એ તેના કો-એક્ટર સ્વર્ગસ્થ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની જન્મજયંતિ (Sushant Singh Rajput Birthday)ખૂબ જ ખાસ રીતે સેલિબ્રેટ કરી છે. સારા અલી ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે નાના બાળકોથી ઘેરાયેલી જોવા મળી રહી છે. સારાએ આ વીડિયો સાથે એક ઈમોશનલ પોસ્ટ પણ શેર કરી છે. સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂત વચ્ચે ખૂબ જ સારી મિત્રતા હતી. સારાએ વર્ષ 2018માં ફિલ્મ `કેદારનાથ`થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં સારા સાથે સુશાંત સિંહ રાજપૂતે મુખ્ય ભૂમિકા ભજવી હતી. બંનેની આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી.

સારા ઘણીવાર સુશાંતને યાદ કરે છે અને તેની સાથે તસવીરો અને વીડિયો શેર કરે છે. 21 જાન્યુઆરીએ સુશાંત સિંહ રાજપૂતના જન્મદિવસના અવસર પર, સારા અલી ખાને તેનો દિવસ જરૂરિયાતમંદ બાળકો સાથે વિતાવ્યો અને કેક પણ કાપી. વીડિયોમાં સારા અલી ખાન કેક કાપી રહી છે અને તેની પાસે ઉભેલા બાળકો સુશાંત સિંહ રાજપૂત માટે હેપ્પી બર્થ ડે ગીત ગાઈ રહ્યા છે. આ વિડિયો સાથેની પોસ્ટમાં સારા અલી ખાને લખ્યું, `હું જાણું છું કે અન્ય લોકોનું સ્મિત તમારા માટે કેટલું મહત્વનું છે અને મને આશા છે કે અમે તમને આજે ખુશ રહેવાનો મોકો આપ્યો છે.`

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

આ પણ વાંચો: સુશાંત સિંહના બર્થડે પર બહેન થઈ ભાવુક, કહ્યું- તે ઘણાં સુશાંતને જન્મ આપ્યો છે

સારા અલી ખાનનો આ વીડિયો જોઈને ફેન્સ ઈમોશનલ થઈ રહ્યા છે અને કોમેન્ટ કરીને સારાના કામના વખાણ કરી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતને યાદ કરીને તેની બહેન શ્વેતા સિંહ કીર્તિએ પણ એક ઈમોશનલ પોસ્ટ લખી છે. શ્વેતા સિંહ કીર્તિએ પણ આ પોસ્ટ સાથે સુશાંતની એક અદ્રશ્ય તસવીર શેર કરી છે. જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020ના રોજ તેના બેડરૂમમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. સુશાંતના મોતના આ કેસની તપાસ સીબીઆઈના હાથમાં છે. પટનાના રહેવાસી સુશાંત સિંહ રાજપૂતે ટીવીની દુનિયામાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી, ત્યાર બાદ તેણે ફિલ્મ `કાઈ પો છે` થી બૉલિવૂડમાં ધમાલ મચાવી હતી.

22 January, 2023 02:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

મને સન્માનિત કરીને તમે મારા દેશનું માન વધાર્યું છે : અમિતાભ બચ્ચન

સાઉદી અરેબિયામાં તેમને લાઇફ ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી નવાજવામાં આવ્યા 

26 January, 2023 06:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

સાંઈબાબાના આશીર્વાદ લેવા શિર્ડી પહોંચ્યો અક્ષયકુમાર

મંદિરમાં અક્ષયકુમારનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને સાંઈબાબાની મૂર્તિ આપવામાં આવી હતી.

26 January, 2023 06:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

હૈદરાબાદ બ્લૅકહૉક્સ વૉલીબૉલ ટીમનો કો-ઓનર બન્યો વિજય દેવરાકોન્ડા

વિજય દેવરાકોન્ડા હંમેશાં વૉલીબૉલ, ક્રિકેટ અને બૅડ્મિન્ટન પાછળ ઘેલો છે.

26 January, 2023 06:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK