આજે સુશાંતને યાદ કરીને તેની બહેન શ્વેતા સિંહ કીર્તિ (Sushant Singh Sister Shweta singh Kriti)એ એક ઈમોશનલ પોસ્ટ લખી છે. આ પોસ્ટની સાથે શ્વેતાએ 2 તસવીરોનો કોલાજ પણ શેર કર્યો છે.

તસવીર: શ્વેતા સિંહ રાજપૂત ઈન્સ્ટાગ્રામ
આજે બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનો જન્મ દિવસ (Sushant Singh Rajput birthday)છે. દરેકનો ફેવરિટ સુશાંત સિંહ રાજપૂત ભલે આજે આ દુનિયામાં નથી પરંતુ તે પોતાના દમદાર અભિનયથી લોકોના દિલમાં હંમેશા જીવંત રહેશે. આજે સુશાંતને યાદ કરીને તેની બહેન શ્વેતા સિંહ કીર્તિ (Sushant Singh Sister Shweta singh Kriti)એ એક ઈમોશનલ પોસ્ટ લખી છે. આ પોસ્ટની સાથે શ્વેતાએ 2 તસવીરોનો કોલાજ પણ શેર કર્યો છે. આ તસવીરમાં સુશાંત સિંહ રાજપૂત તેની બહેનના બાળકો સાથે રમતા જોવા મળે છે. સુશાંતને યાદ કરતાં શ્વેતાએ લખ્યું, `હેપ્પી બર્થડે મારા ક્યૂટ સા સ્વીટ સા ભાઈ.. તમે જ્યાં પણ હોવ હંમેશા ખુશ રહો. મને લાગે છે કે તમે કૈલાસમાં શિવજી સાથે હશો. અમે તમને ખૂબ પ્રેમ કરીએ છીએ. જ્યારે પણ તમે નીચું જોશો ત્યારે તમને તમારો જાદુ દેખાશે. તમે ઘણા સુશાંતને જન્મ આપ્યો છે. તેઓ બધા તમારા જેવા સોનાના હૃદય ધરાવે છે. મને તારા પર ગર્વ છે અને હંમેશા રહેશે.`
સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતાની આ પોસ્ટ પર કોમેન્ટ કરીને ફેન્સ હાર્ટ ઈમોજીસ શેર કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, `સુશાંતે ભલે આ દુનિયાને અલવિદા કહી દીધું હોય પરંતુ અમે તમને દરરોજ યાદ કરીએ છીએ.` અન્ય એક યુઝરે લખ્યું, `હેપ્પી બર્થડે સુશાંત.. આ પોસ્ટ વાંચીને મારી આંખોમાં આંસુ આવી ગયા.`
View this post on Instagram
આ પણ વાંચો: સુશાંત સિંહ રાજપૂતના પરિવારમાંથી આ સભ્યએ લીધા અંતિમ શ્વાસ, ફૅન્સ થયા દુઃખી
2013માં આવેલી ફિલ્મ `કાઈ પો છે`થી બૉલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત કરનાર સુશાંત સિંહ રાજપૂતે `PK`, `શુદ્ધ દેશી રોમાન્સ` અને `ડિટેક્ટીવ વ્યોમકેશ બક્ષી` જેવી ફિલ્મોમાં પોતાનો અભિનય બતાવ્યો છે. ફિલ્મ `સોનચિડિયા`માં સુશાંત સિંહ રાજપૂતના પાત્રના ખૂબ વખાણ થયા હતા. સુશાંતે આવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ વર્ષ 2016માં આવેલી `MS Dhoni The Untold`તેના માટે ખાસ સાબિત થઈ. આ ફિલ્મથી તે રાતોરાત બધાનો ફેવરિટ બની ગયો. ફિલ્મમાં ધોનીનો રોલ કરવા માટે સુશાંત સિંહ રાજપૂતે ઘણા મહિનાઓ સુધી ક્રિકેટની ટ્રેનિંગ લીધી હતી. સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન 2020 ના રોજ આ દુનિયાને અલવિદા કહ્યું. જે બાદ તેની છેલ્લી ફિલ્મ `દિલ બેચારા` OTT પર રીલિઝ થઈ હતી.