અહેવાલો અને વાઇરલ ફોટો અનુસાર ૪ ફેબ્રુઆરીએ તેણે કન્ટેન્ટ-ક્રીએટર શ્વેતા પુંડિર સાથે લગ્ન કર્યાં હતાં
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના ૨૮ વર્ષના ક્રિકેટર યશ દયાલની પર્સનલ લાઇફ વિશે મહત્ત્વપૂર્ણ અપડેટ આવી છે. ગયા વર્ષે કથિત જાતીય શોષણના બે કેસમાં નામ આવતાં હમણાં સુધી યશ દયાલ સોશ્યલ મીડિયા કે જાહેરમાં દેખાતો નહોતો. જોકે હવે તેનાં લગ્ન વિશેના મહત્ત્વપૂર્ણ અહેવાલ આવ્યા છે.
અહેવાલો અને વાઇરલ ફોટો અનુસાર ૪ ફેબ્રુઆરીએ તેણે કન્ટેન્ટ-ક્રીએટર શ્વેતા પુંડિર સાથે લગ્ન કર્યાં હતાં. ઉત્તર પ્રદેશના નોએડામાં એક પ્રાઇવેટ ઇવેન્ટમાં બન્નેએ નજીકના પરિવારના સભ્યો અને થોડા મિત્રોની હાજરીમાં લગ્ન કર્યાં હતાં. લગ્નમાં કોઈ ક્રિકેટર હાજર નહોતો રહ્યો.
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશમાં લગ્નની લાલચ આપીને અને રાજસ્થાનમાં ક્રિકેટ-કરીઅરમાં મદદ કરવાની લાલચ આપીને જાણીય શોષણ કર્યું હોવાનો આરોપ હાલમાં યશ દયાલ પર છે. કેસ ચાલુ હોવા છતાં તે IPL 2026માં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુ માટે રમશે કે નહીં એના પર સૌની નજર રહેશે. યશ દયાલ ભારતીય સ્ક્વૉડમાં સામેલ થયો છે, પણ હજી સુધી તે ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરી શક્યો નથી.
