૨૦૨૦ની ૧૪ જૂને સુશાંતે તેના બાંદરાના ઘરે સુસાઇડ કર્યું હતું
સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તી
સુશાંત સિંહ રાજપૂતની ગઈ કાલે બર્થ-ઍનિવર્સરી નિમિત્તે રિયા ચક્રવર્તીએ તેને યાદ કર્યો છે. ૨૦૨૦ની ૧૪ જૂને સુશાંતે તેના બાંદરાના ઘરે સુસાઇડ કર્યું હતું. આ ગુથ્થી હજી પણ વણઊકલી છે. સુશાંતના નિધનને બે વર્ષથી પણ વધુ સમય થઈ ગયો છે અને તેના ફૅન્સ તેને ન્યાય મળે એ માટે માગણી કરી રહ્યા છે. સુશાંતના રિયા સાથે સંબંધો હતા. સુશાંત સાથેનો જૂનો ફોટો રિયાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો.