‘બજરંગી ભાઈજાન 2’ને લઈને કે. વી. વિજયેન્દ્ર પ્રસાદે કહ્યું કે ‘મેં ભાઈને સ્ટોરીની રૂપરેખા સંભળાવી છે અને તેમને એ ગમી પણ છે. હવે તેમણે નિર્ણય લેવાનો છે.’
રાઇટર વિજયેન્દ્ર પ્રસાદ
‘બજરંગી ભાઈજાન 2’ના રાઇટર કે. વી. વિજયેન્દ્ર પ્રસાદે જણાવ્યું કે આ ફિલ્મમાં ૮થી ૧૦ વર્ષની લીપ જોવા મળવાની છે. સલમાન ખાનની આઇકૉનિક મનાતી અને કબીર ખાન દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ‘બજરંગી ભાઈજાન’ની રિલીઝને ૭ વર્ષ પૂરાં થઈ ગયાં છે. હવે આ ફિલ્મની સીક્વલ પર કામ કરી રહેલા કે. વી. વિજયેન્દ્ર પ્રસાદે સ્ટોરી લખી છે. તેઓ ‘બાહુબલી’ની ફ્રૅન્ચાઇઝી અને ‘RRR’ જેવી ફિલ્મો માટે જાણીતા છે. ‘બજરંગી ભાઈજાન 2’ને લઈને કે. વી. વિજયેન્દ્ર પ્રસાદે કહ્યું કે ‘મેં ભાઈને સ્ટોરીની રૂપરેખા સંભળાવી છે અને તેમને એ ગમી પણ છે. હવે તેમણે નિર્ણય લેવાનો છે.’
રાઇટર વિજયેન્દ્ર પ્રસાદે પુષ્ટિ કરી હતી કે સીક્વલ પહેલા ભાગના આગળની વાતથી શરૂ થશે. હા, ‘બજરંગી ભાઈજાન 2’ની વાર્તામાં ૮થી ૧૦ વર્ષનો લીપ લેવામાં આવ્યો છે. મને આશા છે કે સીક્વલ પહેલા ભાગથી જરાય ઊતરતી નહીં હોય.’
સીક્વલનું નામ ‘પવનપુત્ર ભાઈજાન’ રાખવામાં આવ્યું હોવાની ચર્ચા છે. ઘણા ઓછા લોકોને જાણ હશે કે દિગ્દર્શક એસ. એસ. રાજામૌલીએ ‘બજરંગી ભાઈજાન’ ડિરેક્ટ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ એ સમયે એ શક્ય બની શક્યું નહોતું. એ વિશે વિજયેન્દ્ર પ્રસાદે કહ્યું કે ‘સલમાનને સ્ટોરી સંભળાવતાં પહેલાં મેં મારા દીકરાને એ સંભળાવી હતી અને તેની આંખમાંથી આંસુ વહેવા માંડ્યાં હતાં. મેં તેને પૂછ્યું કે આ સ્ટોરી તારા માટે રાખું, પણ તેણે તેને આપી દેવા કહ્યું હતું. ફિલ્મ રિલીઝ થયા પછી તે મારી પાસે આવ્યો અને મને કહ્યું કે ‘પાપા, તમે મને ખોટા સમયે પૂછ્યું હતું, કેમ કે એ વખતે હું ‘બાહુબલી’ના ક્લાઇમૅક્સનું શૂટિંગ કરી રહ્યો હતો. એ સમયે ખૂબ કપરી પરિસ્થિતિ હતી. જો તમે મને ૧૦ દિવસ પહેલાં કે પછી પૂછ્યું હોત તો મેં એ ફિલ્મ ડિરેક્ટ કરી હોત.’

