Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લવ ઍન્ડ વૉરના લંબાયેલા શૂટિંગે વધારી દીધું રણબીર કપૂર અને વિકી કૌશલનું ટેન્શન

લવ ઍન્ડ વૉરના લંબાયેલા શૂટિંગે વધારી દીધું રણબીર કપૂર અને વિકી કૌશલનું ટેન્શન

Published : 26 February, 2026 12:19 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ખાસ કરીને યુદ્ધનાં દૃશ્યો અપેક્ષા કરતાં વધુ સમય લેતાં હોવાથી પ્રોડક્શનને વધુ બે મહિના લંબાવવામાં આવ્યું છે.

વિકી કૌશલ

વિકી કૌશલ


ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની ‘લવ ઍન્ડ વૉર’ લીડ ઍક્ટર્સ રણબીર કપૂર અને વિકી કૌશલ માટે ટેન્શનનું કારણ બની ગઈ હોવાની ચર્ચા છે. શરૂઆતમાં ફિલ્મને ૧૨૦ દિવસમાં પૂરી કરવાની યોજના હતી, પરંતુ શૂટિંગમાં વારંવાર વિલંબ થતાં શેડ્યુલ લાંબું ખેંચાતું ગયું છે. હવે જાણકારી મળી છે કે ભણસાલીએ શૂટિંગ વધું ૫૦ દિવસ વધારી દીધું છે, જેના કારણે બન્ને કલાકારોને પોતાનાં અન્ય કમિટમેન્ટ્સ રોકવાં પડ્યાં છે. સાથે-સાથે આલિયા ભટ્ટને પણ સેટ પર પરત ફરવું પડશે.

રિપોર્ટ મુજબ ટીમ અત્યાર સુધી અંદાજે ૧૭૫ દિવસનું શૂટિંગ પૂર્ણ કરી ચૂકી છે છતાં ૩ ગીત અને એક ભવ્ય ડ્રામેટિક સીન હજી બાકી છે. ખાસ કરીને યુદ્ધનાં દૃશ્યો અપેક્ષા કરતાં વધુ સમય લેતાં હોવાથી પ્રોડક્શનને વધુ બે મહિના લંબાવવામાં આવ્યું છે.



આ વધારાના શેડ્યુલની સીધી અસર ફિલ્મના બજેટ પર પડી છે. આ વધારાના ૫૦ દિવસના શૂટ પાછળ વધારાના ૭૫ કરોડ રૂપિયાનો ધુમાડો થવાની ચર્ચા છે. શરૂઆતમાં આ ફિલ્મને લગભગ ૩૫૦ કરોડ રૂપિયામાં બનાવવાની યોજના હતી, પરંતુ હવે ખર્ચ વધીને અંદાજે ૪૨૫ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. વળી આ બજેટમાં કલાકારોની ફી સામેલ નથી, કારણ કે તેઓ પ્રૉફિટ-શૅરિંગ મૉડલ પર કામ કરી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

26 February, 2026 12:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK