આ ફિલ્મમાં રણવીર સિંહ પ્રથમ વખત નિર્માતા તરીકે પણ જોડાયો છે
ભાગ્યશ્રી
રણવીર સિંહની ‘ધુરંધર : ધ રિવેન્જ’ ૧૯ માર્ચે રિલીઝ થવાની છે. આ ફિલ્મ પછી રણવીર ‘પ્રલય’ નામની બિગ બજેટ ઝોમ્બી ઍક્શન ફિલ્મમાં જોવા મળશે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મમાં કલ્યાણી પ્રિયદર્શનને ફીમેલ લીડ તરીકે સાઇન કરવામાં આવી છે. હવે ચર્ચા છે કે બીજા દમદાર રોલ માટે ભાગ્યશ્રી બોરસેની પસંદગી કરી લેવામાં આવી છે. મેકર્સે ભાગ્યશ્રીના નામની હજી સત્તાવાર જાહેરાત કરી નથી છતાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આ સમાચાર ઝડપથી ફેલાઈ રહ્યા છે. ભાગ્યશ્રીએ ‘યારિયાં 2’ અને ‘ચંદુ ચૅમ્પિયન’ જેવી હિન્દી ફિલ્મો ઉપરાંત બે તેલુગુ અને એક તામિલ ફિલ્મમાં કામ કર્યું છે. ‘પ્રલય’ તેની કરીઅરનો સૌથી મોટો હિન્દી પ્રોજેક્ટ બનશે. ‘પ્રલય’ના મેકર્સ ફિલ્મમાં મોટા સ્ટાર્સ કરતાં નવા કલાકારોને તક આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એથી ફિલ્મમાં નવીનતા અને તાજગી જોવા મળે.
આ ફિલ્મમાં રણવીર સિંહ પ્રથમ વખત નિર્માતા તરીકે પણ જોડાયો છે. મળતી માહિતી પ્રમાણે ફિલ્મનો સ્કેલ ઘણો વધારે હશે અને એમાં મોટા પ્રમાણમાં વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો ઉપયોગ કરવામાં આવશે.
