Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > Sports Updates: કૅપ્ટન બન્યા પછી મેલી કેરે ફટકારી પહેલવહેલી T20 સદી

Sports Updates: કૅપ્ટન બન્યા પછી મેલી કેરે ફટકારી પહેલવહેલી T20 સદી

Published : 26 February, 2026 11:12 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

Sports Updates: હૉકી પ્રો-લીગમાં ભારતીય ટીમે હારનો સિલસિલો તોડીને પહેલી જીત મેળવી; રણજી ટ્રોફીની ફાઇનલ મૅચમાં જમ્મુ ઍૅન્ડ કાશ્મીરની સ્થિતિ મજબૂત અને વધુ સમાચાર

ઑલરાઉન્ડર મેલી કેર ૧૯ ફોરની મદદથી ૫૧ બૉલમાં ૧૦૧ રન ફટકારીને પ્લેયર ઑફ ધ મૅચ બની

ઑલરાઉન્ડર મેલી કેર ૧૯ ફોરની મદદથી ૫૧ બૉલમાં ૧૦૧ રન ફટકારીને પ્લેયર ઑફ ધ મૅચ બની


ગઈ કાલે મહેમાન ટીમ ઝિમ્બાબ્વે સામે ૯૨ રને વિજય મેળવીને ન્યુ ઝીલૅન્ડની વિમેન્સ ટીમે ૩ T20 મૅચની સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી છે. ન્યુ ઝીલૅન્ડે માત્ર ૧ વિકેટ ગુમાવીને ૨૦૨ રન ખડકી દીધા હતા. જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ ૪ વિકેટ ગુમાવીને ૧૧૦ રન જ કરી શકી હતી. પચીસ વર્ષની સ્પિન ઑલરાઉન્ડર મેલી કેર ત્રીજા ક્રમે રમીને ૧૯ ફોરની મદદથી ૫૧ બૉલમાં ૧૦૧ રન ફટકારીને પ્લેયર ઑફ ધ મૅચ બની હતી. રેગ્યુલર કૅપ્ટન તરીકે મેલી કેરની આ પહેલી જ મૅચ હતી. પોતાની ૮૮ T20 ઇન્ટરનૅશનલ મૅચ બાદ અને રેગ્યુલર કૅપ્ટન તરીકેની ડેબ્યુ મૅચમાં જ મેલી કેરે પોતાની પહેલી T20 સદી નોંધાવી હતી. ન્યુ ઝીલૅન્ડની ઇનિંગ્સના અંતિમ બૉલ પર રન લઈને તેણે ઇન્ટરનૅશનલ કરીઅરની પાંચમી સદી ફટકારી હતી. તેણે આ મૅચમાં ૪ ઓવરમાં માત્ર ૧૪ રન આપીને બે વિકેટ પણ લીધી હતી.

પાપા ધ ગ્રેટ




અર્જુન તેન્ડુલકર ગઈ કાલે બાંદરા-ઈસ્ટની MIG ક્લબમાં પ્રૅક્ટિસ કરી રહ્યો હતો ત્યારે સચિન પણ ત્યાં ઉપસ્થિત હતો અને દીકરાને ટિપ્સ આપતો જોવા મળ્યો હતો.

રણજી ટ્રોફીની ફાઇનલ મૅચમાં જમ્મુ ઍૅન્ડ કાશ્મીરની સ્થિતિ મજબૂત; બીજા દિવસના અંતે કર્ણાટક સામે ૬ વિકેટે ૫૨૭ રન કર્યા


બુધવારે હુબલી ક્રિકેટ-ગ્રાઉન્ડ ખાતે રણજી ટ્રોફી ૨૦૨૫-’૨૬ ફાઇનલના બીજા દિવસે રમતના અંતે પ્રથમ વખતનું ફાઇનલિસ્ટ જમ્મુ ઍન્ડ કાશ્મીર ૮ વખતના ચૅમ્પિયન કર્ણાટક સામે મજબૂત સ્થિતિમાં રહ્યું. બીજા દિવસે કૅપ્ટન પારસ ડોગરા, અબ્દુલ સમદ, કન્હૈયા વાધવાન અને સાહિલ લોત્રાએ ફિફ્ટી ફટકારીને ટીમની મજબૂત સ્થિતિને વધુ મજબૂત બનાવી. જ્યારે નબળા પ્રકાશને કારણે અમ્પાયરોને એક કલાકથી વધુ સમયની રમત બાકી હતી ત્યારે મૅચ રોકવાની ફરજ પડી હતી, એ સમયે જમ્મુ ઍન્ડ કાશ્મીરનો સ્કોર ૧૫૬ ઓવરમાં ૬ વિકેટે ૫૨૭ રન હતો. ૮૮મી ઓવરમાં ૨૮૪-૨ના સ્કોરથી બીજા દિવસે ઇનિંગ્સ આગળ વધી હતી. શતકવીર શુભમ પુંડિર ગઈ કાલે ૧૨ ફોર અને બે સિક્સ સાથે ૨૪૭ બૉલમાં ૧૨૧ રન કરીને આઉટ થયો હતો.

પાકિસ્તાનની હાર બાદ ચાહકોએ સલમાન અલી આગાની પત્ની અને પુત્રને ઑનલાઇન અપશબ્દો મોકલ્યા

T20 વર્લ્ડ કપ 2026 સુપર 8 મૅચમાં ઇંગ્લૅન્ડ સામે પાકિસ્તાનની હાર બાદ પાકિસ્તાની ચાહકોએ સોશ્યલ મીડિયા પર કૅપ્ટન સલમાન અલી આગાની પત્ની અને પુત્ર પર નિશાન સાધ્યું હતું. સોશ્યલ મીડિયા પર થઈ રહેલા દુર્વ્યવહાર પર પ્રતિક્રિયા આપતાં સલમાન અલી આગાની પત્ની સબ્બા મન્ઝરે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું હતું કે ‘પાકિસ્તાની ચાહકો, મને કે મારા નિર્દોષ પુત્રને અપશબ્દો મોકલવાથી તમે વર્લ્ડ કપ જીતી શકશો નહીં.’

હૉકી પ્રો-લીગમાં ભારતીય ટીમે હારનો સિલસિલો તોડીને પહેલી જીત મેળવી

વર્લ્ડ નંબર ૩ ટીમ ઑસ્ટ્રેલિયા સામે ભારતે શાનદાર લડત આપી હતી

ભારતીય પુરુષ હૉકી ટીમે FIH પ્રો-લીગની સાતમી સીઝનમાં લાંબા હારના સિલસિલાનો અંત લાવી બુધવારે હોબાર્ટમાં ઑસ્ટ્રેલિયા સામે શૂટઆઉટમાં ૩-૧થી જીત નોંધાવી હતી. એ પહેલાં નિયમિત સમયના અંતે બન્ને ટીમનો સ્કોર ૧-૧થી બરાબર રહ્યો હતો. પ્રો-લીગની રાઉરકેલામાં રમાયેલી ચારેય મૅચમાં ભારતને હાર મળી હતી. ઑસ્ટ્રેલિયામાં રમાયેલી ૪માંથી પહેલી ૩ મૅચમાં ભારત હાર્યું હતું. હવે આગામી તબક્કાની મૅચ હૉલૅન્ડમાં ૨૧ જૂનથી રમાશે. ભારત હાલમાં ૯ ટીમની સ્પર્ધામાં ૮ મૅચમાં ફક્ત ૪ પૉઇન્ટ સાથે આઠમા સ્થાને છે.

Whatsapp-channel Whatsapp-channel

26 February, 2026 11:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK