આ ફિલ્મમાં રાજકુમાર રાવ ઉપરાંત હુમા કુરેશી અને સ્વાનંદ કિરકિરે મહત્ત્વની ભૂમિકાઓમાં છે. ટીઝરમાં રાજકુમારનું પાત્ર એક નિર્ભય અને શક્તિશાળી ગૅન્ગસ્ટર તરીકે દેખાય છે.
ફિલ્મ ‘માલિક’નું ટીઝર લૉન્ચ
રાજકુમાર રાવની આગામી ફિલ્મ ‘માલિક’નું ટીઝર મંગળવારે લૉન્ચ થયું જેમાં તે અલગ જ ઍક્શન લુકમાં જોવા મળ્યો. આ ફિલ્મ અલાહાબાદના અન્ડરવર્લ્ડની ખૂંખાર દુનિયાને રજૂ કરે છે. રાજકુમાર રાવની આ પહેલી ઍક્શન ફિલ્મ છે અને ટીઝરમાં તેની ઇન્ટેન્સ ઍક્ટિંગ, શક્તિશાળી ડાયલૉગ-ડિલિવરી અને બોલ્ડ લુક પર ફૅન્સ ફિદા થઈ ગયા છે. ‘માલિક’ ૧૧ જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ ઉપરાંત હુમા કુરેશી અને સ્વાનંદ કિરકિરે મહત્ત્વની ભૂમિકાઓમાં છે. ટીઝરમાં રાજકુમારનું પાત્ર એક નિર્ભય અને શક્તિશાળી ગૅન્ગસ્ટર તરીકે દેખાય છે.


