તનીશા મુખરજીએ એક ઇન્ટરવ્યુમાં બહેનને દુનિયાની બેસ્ટ મમ્મી ગણાવી
તનીશા મુખરજી અને બહેન કાજોલ
તનીશા મુખરજી બહેન કાજોલની બહુ નિકટ છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં તનીશાએ બહેન કાજોલની પેરન્ટિંગ સ્ટાઇલની પ્રશંસા કરી અને તેને દુનિયાની બેસ્ટ મમ્મી ગણાવી. તનીશાએ કાજોલ અને અજય દેવગનના દીકરા યુગના સારા ઉછેર માટેનો સંપૂર્ણ શ્રેય બહેન કાજોલને આપ્યો છે.
યુગ વિશે વાત કરતાં તનીશાએ કહ્યું કે ‘યુગનો ઉછેર બહુ સારી રીતે થયો છે અને આ વાતનું સંપૂર્ણ શ્રેય હું મારી બહેનને આપું છું. હું યુગના ઉછેરની કોઈ ક્રેડિટ અજયને નહીં આપું. મારી બહેન એક અદ્ભુત મમ્મી છે. તે દુનિયાની સૌથી સારી મમ્મી છે. હું જાણું છું કારણ કે મેં તેની લાગણી અનુભવી છે. તે ઘણી બધી રીતે મારી મમ્મી જેવી છે.’


