તેની સાથે યાત્રા કરનાર અન્ય ૩ ફ્રેન્ડ્સમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે
યાશિકા આનંદની કારનો અકસ્માત થતાં તે ગંભીર રૂપે ઘાયલ થઈ છે
તામિલ અભિનેત્રી યાશિકા આનંદની કારનો અકસ્માત થતાં તે ગંભીર રૂપે ઘાયલ થઈ છે. તેની સાથે યાત્રા કરનાર અન્ય ૩ ફ્રેન્ડ્સમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે અને અન્ય બેની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. યાશિકાને પણ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. શનિવારે મોડી રાતે મહાબલીપુરમ પાસે તેમનો ઍક્સિડન્ટ થયો છે. આ અકસ્માતમાં કારની હાલત જોઈને અંદાજ લગાવી શકાય છે કે અકસ્માત કેટલો ભયાનક થયો છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસને આ ડ્રન્કન ડ્રાઇવિંગનો કેસ લાગે છે. જોકે તેઓ ડૉક્ટરના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. ત્યાર બાદ જ તેઓ કોઈ કાર્યવાહી હાથ ધરી શકશે. વિજય દેવરાકોન્ડાની ‘નોટા’ દ્વારા યાશિકાએ ઍક્ટિંગની શરૂઆત કરી હતી. બાદમાં તે તામિલ ‘બિગ બૉસ 2’માં પણ જોવા મળી હતી. હાલમાં તેની પાસે પાંચ તામિલ ફિલ્મો છે.


