૩૫ વર્ષની ફિલ્મની કરીઅરમાં તેમણે ૪૫૦ ફિલ્મોમાં કામ કર્યું છે.

મનોબાલા
તામિલ ઍક્ટર-ડિરેક્ટર મનોબાલાએ ગઈ કાલે લાંબી માંદગી બાદ ચેન્નઈમાં અંતિમ શ્વાસ લીધા છે. તેઓ ૬૯ વર્ષના હતા. તેઓ છેલ્લાં બે અઠવાડિયાંથી લિવર સંબંધિત બીમારીથી પીડાઈ રહ્યા હતા અને સારવાર લઈ રહ્યા હતા. તેમના અવસાનના સમાચાર મળતાં જ તામિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોક છવાઈ ગયો હતો. ૩૫ વર્ષની ફિલ્મની કરીઅરમાં તેમણે ૪૫૦ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમના પરિવારમાં વાઇફ ઉષા અને દીકરો હરીશ છે. મનોબાલા તેમના કૉમિક રોલ માટે જાણીતા હતા. તેમણે લગભગ પચીસ ફિલ્મો ડિરેક્ટ કરી હતી. એમાં ‘પિલાઈ નીલા’, ‘ઉરકાવલન’ અને ‘કરુપ્પુ વેલાઈ’ જેવી ફિલ્મો સામેલ છે.