‘ધ કેરલ સ્ટોરી’ના પ્લૉટને સાચો સાબિત કરનાર માટે મુસ્લિમ યુથ લીગે જાહેર કર્યું એક કરોડ રૂપિયાનું ઇનામ

‘ધ કેરલ સ્ટોરી
‘ધ કેરલ સ્ટોરી’નો પ્લૉટ સાચો પડ્યો તો એ માટે રોકડ ઇનામની જાહેરાત કરવામાં આવી છે. કેરળની લીડિંગ સ્ટેટ પાર્ટીની યુથ વિન્ગ અને અન્ય બે વ્યક્તિ દ્વારા આ ઇનામની જાહેરાત કરવામાં આવી છે. ‘ધ કેરલા સ્ટોરી’માં મહિલાઓને કેવી રીતે કિડનૅપ કરીને તેમનું ધર્મપરિવર્તન કરવામાં આવ્યું હતું એની વાત કરવામાં આવી છે. વિપુલ અમૃતલાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મમાં અદા શર્મા લીડ રોલમાં છે, જે આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ૩૨,૦૦૦ મહિલાઓને કિડનૅપ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમનું બ્રેઇનવૉશ કરીને તેમને આતંકવાદી બનાવી દેવામાં આવી હતી. મુસ્લિમ યુથ લીગના ચીફ પી. કે. ફિરોઝ દ્વારા રોકડા એક કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મનો પ્લૉટ સાચો સાબિત કરી આપો અને એક કરોડ લઈ જાઓ એવી તેમણે જાહેરાત કરી છે. બ્લૉગર કે. નઝીર હુસેન દ્વારા પણ ઇનામની જાહેરાત કરવામાં આવી છે. તેણે કહ્યું હતું કે મહિલાઓને જબરદસ્તી કન્વર્ટ કરવામાં આવી હોય એવા પુરાવા આપવામાં આવે તેને તેઓ દસ લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપશે. વકીલ અને ઍક્ટર શુકુર દ્વારા પણ એવી જાહેરાત કરવામાં આવી છે કે જે મહિલાને જબરદસ્તી કન્વર્ટ કરીને ઇસ્લામિક સ્ટેટમાં મોકલી આપવામાં આવી હોય એનું ફક્ત નામ આપવાથી તેઓ અગિયાર લાખ રૂપિયા આપશે. આ ફિલ્મના સ્ક્રીનિંગને બૅન કરવાની ડિમાન્ડ કરવામાં આવી રહી છે. તેમ જ લોકોએ એને બૉયકૉટ કરવી જોઈએ એવી પણ ડિમાન્ડ કરવામાં આવી રહી છે.
રાઇટ-વિન્ગ ઍક્ટિવસ્ટ અને હિન્દુ સેવા કેન્દ્રના ફાઉન્ડર પ્રથીશ વિશ્વનાથ દ્વારા ‘ધ કેરલ સ્ટોરી’ને લઈને જાહેરાત કરી છે કે જો કોઈ વ્યક્તિ એ સાબિત કરી આપે કે કેરલથી કોઈ પણ સિરિયા નહોતું ગયું અને આતંકવાદી સંગઠન સાથે નહોતું જોડાયું તો તેને દસ કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.
આ પણ વાંચો : પુણેમાં એ. આર. રહમાનની કૉન્સર્ટને પોલીસે બંધ કરાવી
૩૨,૦૦૦માંથી થયા ફક્ત ત્રણ
‘ધ કેરલ સ્ટોરી’ને લઈને વિવાદ થતાં આંકડો બદલીને નહીંવત્ કરવામાં આવ્યો
વિપુલ અમૃતલાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ‘ધ કેરલ સ્ટોરી’માં કેરલની મહિલાઓને કેવી રીતે કિડનૅપ કરીને બ્રેઇનવૉશ કરી આતંકવાદી ગતિવિધિઓ માટે ઉપયોગ કરવામાં આવતી હતી એની સ્ટોરી કહેવામાં આવી રહી છે. આ ફિલ્મમાં કહેવામાં આવ્યું હતું કે આ આંકડો અત્યાર સુધી ૩૨,૦૦૦નો છે. જોકે એ ફિલ્મને લઈને વિવાદ ખૂબ જ થઈ રહ્યો છે. લોકોનું કહેવું છે કે કેરળમાં આવું ક્યારેય નથી થયું. આથી એને લઈને વધેલા વિવાદને જોતાં હવે એ ફિલ્મનું ટીઝર ફરી લૉન્ચ કરવામાં આવ્યું છે. આ ટીઝર હવે યુટ્યુબ પર શૅર કરવામાં આવ્યું છે જેમાં હવે ફક્ત ત્રણ મહિલાઓ કહેવામાં આવી રહ્યું છે. આ ફિલ્મનો વિરોધ ખૂબ જ કરવામાં આવી રહ્યો છે. એનું સ્ક્રીનિંગ અટકાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમ જ એવી ડિમાન્ડ કરવામાં આવી રહી છે કે લોકો એને બૉયકૉટ કરે. સુદીપ્તો સેન દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મને લઈને વધુ વિરોધ ન થાય એને ધ્યાનમાં રાખીને ફિલ્મના આંકડાઓને બદલી કાઢવામાં આવ્યા છે.