Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Shabaash Mithu Trailer:મિતાલીની ભૂમિકામાં તાપસીનો નજરિયા બદલો, ખેલ બદલ ગયા અંદાજ

Shabaash Mithu Trailer:મિતાલીની ભૂમિકામાં તાપસીનો નજરિયા બદલો, ખેલ બદલ ગયા અંદાજ

20 June, 2022 01:14 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ટ્રેલરમાં અમને `નજરિયા બદલો, ખેલ બદલ ગયા`નો મેસેજ મળી રહ્યો છે. ટ્રેલર જોઈને તમારી આંખો ભરાઈ જશે કારણ કે તાપસીએ મિતાલીની ભૂમિકા ખૂબ સારી રીતે ભજવી છે અને ટ્રેલર પરથી જ આપણને ખબર પડે છે કે ફિલ્મનું ડિરેક્શન કેટલું શાનદાર રહ્યું છે.

મિતાલી રાજના રોલમાં તાપસી પન્નુ

મિતાલી રાજના રોલમાં તાપસી પન્નુ


ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 23 વર્ષની લાંબી કરિયર ધરાવતી અને ઘણા રેકોર્ડ બનાવનાર મિતાલી રાજને આજે દુનિયાભરની છોકરીઓ માટે પ્રેરણારૂપ માનવામાં આવે છે અને તે તેના જેવી બનવા માંગે છે. તાપસી પન્નુ મિતાલી રાજના જીવન પર આધારિત ફિલ્મ `શાબાશ મિઠુ` માં મિતાલી રાજની ભૂમિકા ભજવી રહી છે, જેણે તાજેતરમાં જ તેની નિવૃત્તિની જાહેરાત કરી હતી. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.

ટ્રેલરમાં અમને `નજરિયા બદલો, ખેલ બદલ ગયા`નો મેસેજ મળી રહ્યો છે. ટ્રેલર જોઈને તમારી આંખો ભરાઈ જશે કારણ કે તાપસીએ મિતાલીની ભૂમિકા ખૂબ સારી રીતે ભજવી છે અને ટ્રેલર પરથી જ આપણને ખબર પડે છે કે ફિલ્મનું ડિરેક્શન કેટલું શાનદાર રહ્યું છે.




આશરે બે મીનિટના આ ટ્રેલરની શરૂઆત મિતાલીના બાળપણની કહાનીથી થાય છે. ત્યાર બાદ ટ્રેલરમાં તેણીએ કેવી રીતે ક્રિકેટ રમવાનું શરૂ કર્યુ, કેવી રીતે અભ્યાસ કર્યો, કેવી રીતે ક્રિકેટમાં સામેલ થઈ અને કેવી રીતે કેપ્ટન બની અને સાથે સાથે મહિલા હોવાથી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો એ તમામ બાબતોને શાનદાર રીતે ટ્રેલરમાં જોઈ શકાય છે. આ સાથે જ તાપસીનો એક સવાંદ સાંભળવા મળે છે, `ઐસા ખેલ કે દિખાયેંગે કે કોઈ હમારી પહેચાન કભી નહીં ભૂલ પાએ`.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની 23 વર્ષની લાંબી કારકિર્દીનો રેકોર્ડ તોડવા માટે જાણીતી મિતાલી રાજે વનડેમાં 10,000 થી વધુ રન બનાવ્યા.


સૌરવ ગાંગુલીએ આ ટ્રેલર લોન્ચ કર્યું છે. શ્રીજીત મુખર્જી દ્વારા નિર્દેશિત અને વાયાકોમ 18 સ્ટુડિયો દ્વારા નિર્મિત, આ ફિલ્મ 15 જુલાઈના રોજ સિનેમાઘરોમાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

20 June, 2022 01:14 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK