Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પોતાને ચૅલેન્જ આપવી પસંદ છે તાપસીને

પોતાને ચૅલેન્જ આપવી પસંદ છે તાપસીને

28 April, 2024 07:10 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તાપસી હાલમાં તેનાં લગ્નને લઈને ખૂબ જ ચર્ચામાં રહી હતી. તેની છેલ્લી ફિલ્મ શાહરુખ ખાન સાથેની ‘ડંકી’ હતી.

તાપસી પન્નુ

તાપસી પન્નુ


તાપસી પન્નુનું કહેવું છે કે તેને ફક્ત ચૅલેન્જિંગ રોલ કરવા પસંદ છે. તાપસી હાલમાં તેનાં લગ્નને લઈને ખૂબ જ ચર્ચામાં રહી હતી. તેની છેલ્લી ફિલ્મ શાહરુખ ખાન સાથેની ‘ડંકી’ હતી. તે મોટા ભાગે મહિલા કેન્દ્રિત ફિલ્મોમાં વધુ કામ કરતી જોવા મળે છે. પાત્રને પસંદ કરવા વિશે તાપસી કહે છે, ‘મને પોતાને ચૅલેન્જ કરવાનું ખૂબ જ ગમે છે. મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને કામ કરવું મને પસંદ છે. આથી સેટ પરનો દરેક દિવસ મારા માટે ઍડ્વેન્ચરથી ભરેલો હોય છે. ઍક્ટિંગની વાત છે ત્યાં સુધી મને ઘણીબધી લાઇફને સ્ક્રીન પર જીવવાનો ચાન્સ મળે છે અને એ પ્રોસેસ મને ખૂબ જ પસંદ છે. એક જ વસ્તુ મને અલગ-અલગ પાત્રની નજરથી જોવા મળે છે. એ વાતને જાણીને મને ઘણી નવાઈ લાગે છે કે ફક્ત શબ્દો અને ઇમૅજિનેશનની મદદથી આપણે સ્ક્રીન પર એક અલગ જ દુનિયા બનાવીએ છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2024 07:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK