અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પિતાએ પોતાના દીકરા પર બનેલી ફિલ્મ પર રોક લગાવવમાં આવે તેમ કહેવાયું હતું. પણ કોર્ટે આ રોક માટે ઇનકાર કર્યો હતો. હવે તેઓ આ અરજીને દિલ્હી હાઈ-કોર્ટમાં લઈ ગયા છે.
સુશાંત સિંહ રાજપૂત
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના જીવન પર આધારિત ફિલ્મ પર તેના પિતા દ્વારા રોક લગાવવામાં કહેવામાં આવ્યું હતું. પરંતુ કોર્ટના જજ દ્વારા તેમાં કંઈ જ ખોટું ન હોવાનું જણાવવામાં આવ્યું હતું. અને આ ફિલ્મ પર રોક લગાવવા સામે ઇનકાર કરી દેવામાં આવ્યો હતો. હવે સુશાંત સિંહ રાજપૂતના પિતા આ અરજીને દિલ્હી હાઈ-કોર્ટમાં લઈ ગયા છે.
પુત્ર સુશાંત સિંહના જીવન પર આધારિત ફિલ્મના `ઓનલાઈન સ્ટ્રીમિંગ` પર રોક લગાવવાના ઈન્કારના આદેશ સામે તેઓએ ગુરુવારે દિલ્હી હાઈકોર્ટ (Delhi HIgh Court)માં અરજી કરી હતી. જસ્ટિસ યશવંત વર્મા અને જસ્ટિસ ધર્મેશ શર્માની બેન્ચે સિંગલ જજના નિર્ણય સામે કૃષ્ણ કિશોર સિંહની અપીલ પર ફિલ્મ નિર્માતાઓ સહિત અનેક લોકોને નોટિસ જારી કરી હતી.
ADVERTISEMENT
સુશાંત સિંહના પિતા દ્વારા તેમના દિવંગત પુત્રના જીવન પર ફિલ્મ બનાવીને ફીમ બનાવનાર સામે વ્યાપારી લાભ હોવાનો આરોપ લગાવ્યો છે. સુશાંત સિંહ રાજપૂત 14 જૂન, 2020ના રોજ મુંબઈના ઉપનગર બાંદ્રામાં પોતાના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.
જજ દ્વારા ગયા મહિને રાજપૂતના પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેવામાં આવી હતી. સુશાંત સિંહના પિતા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે ફિલ્મ `ન્યાય: ધ જસ્ટિસ` ઓનલાઈન પ્લેટફોર્મ પર પ્રસારિત થવા જઈ રહી છે. તેમાં બદનક્ષીભર્યા નિવેદનો અને સમાચાર બતાવવામાં આવ્યા છે. જે સુશાંત સિંહ રાજપૂતના વ્યક્તિત્વ અધિકારોનું ઉલ્લંઘન કરે છે.
સુશાંત સિંહ તરફથી હાજર રહેલા એડવોકેટ વરુણ સિંહે ગુરુવારે દલીલ કરી હતી કે આ ફિલ્મ દ્વારા સ્વર્ગસ્થ સુશાંત સિંહ રાજપૂતના વ્યક્તિત્વ અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ઉપરાંત તેમના જીવન પર આધારિત ફિલ્મ પરિવારના સભ્યોની ગોપનીયતાનું પણ ઉલ્લંઘન કરે છે. એવી વાતો પણ એમાં છતી કરવામાં આવી છે જેની માટે મંજૂરી આપવામાં આવી ન હતી.
જોકે, સામે ફિલ્મના નિર્માતાઓ તરફથી હાજર રહેલા વકીલે પોતાની વાત રજૂ કરતાં કહેવામાં આવ્યું હતું કે વ્યક્તિના મૃત્યુ પછી ગોપનીયતાના અધિકારનો દાવો કરી શકાય નહીં.
કોર્ટે દ્વારા આ મામલો ન્યાયાધીન હોવાનું કહેવાયું છે. બંને પક્ષોને અપીલ કરવા જણાવાયું છે. રાજપૂતના પિતાએ પોતાની અપીલમાં કહ્યું હતું કે ઘણા લોકો યોગ્ય પરવાનગી લીધા વગર સુશાંત સિંહ રાજપૂતના જીવન પર આધારિત ફિલ્મો, વેબ-સિરીઝ (Web-Series) અને પુસ્તકો વગેરે તૈયાર કરી રહ્યા છે. સાથે જ તેઓએ કહ્યું હતું કે મને મારા સ્વર્ગસ્થ પુત્રની પ્રતિષ્ઠા, ગોપનીયતા અને અધિકારોનું રક્ષણ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. તેમજ પોતાની અને પોતાના પરિવારના સભ્યોની પ્રતિષ્ઠા, ગોપનીયતા અને અધિકારોનું રક્ષણ કરવાનો પણ સંપૂર્ણ અધિકાર છે.
હાઈકોર્ટની સિંગલ જજની બેન્ચે 2021માં ફિલ્મના રિલીઝ થવા પર રોક લગાવવા માટે કોઈ નિર્દેશ આપવાનો ઈન્કાર કર્યો હતો. આ મામલે આગામી સુનાવણી 16 નવેમ્બરે થવાની છે.


