આ શોના ટૉપ ફાઇવ ફાઇનલિસ્ટમાંથી તે સૌથી પહેલાં બહાર થઈ હતી. આ શોનો વિનર એલ્વિશ યાદવ બન્યો છે.
પૂજા ભટ્ટ
પૂજા ભટ્ટનું કહેવું છે કે ‘બિગ બૉસ ઓટીટી 2’ બાદ તે વધુ ફિયરલેસ અને શેમલેસ બની ગઈ છે. આ શોના ટૉપ ફાઇવ ફાઇનલિસ્ટમાંથી તે સૌથી પહેલાં બહાર થઈ હતી. આ શોનો વિનર એલ્વિશ યાદવ બન્યો છે. શો પૂરો થતાં ઇન્ટરવ્યુ દરમ્યાન પૂજાએ કહ્યું હતું કે ‘ઘણાબધા લોકોને જોઈને હું ગદ્ગદ થઈ ગઈ હતી. મને ખૂબ જ પ્રેમ મળ્યો છે. મને લાગ્યું કે મારે ફિલ્મો ઘણા સમય પહેલાં છોડીને ‘બિગ બૉસ’ કરવું જોઈતું હતું. મને લાગે છે કે અમારી જનરેશનના લોકોએ એક લિમિટની અંદર જ કૅમેરાને ઘૂસવાની પરવાનગી આપી હતી. બધાને ખબર છે કે હું મહેશ ભટ્ટની દીકરી છું, પરંતુ આપણી લાઇફના કેટલાક પાર્ટ છે જે કૅમેરાની સામે ન આવે એવું આપણે ઇચ્છીએ છીએ. ‘બિગ બૉસ’માં આવ્યા બાદ મારામાં જે એક છેલ્લું ફિલ્ટર હતું એ પણ હવે જતું રહ્યું છે. હું હવે પહેલાં કરતાં વધુ ફિયરલેસ અને શેમલેસ બની ગઈ છું. હું હવે પહેલાં કરતાં વધુ ખૂલીને વાત કરું છું અને મારી લાઇફને સારી રીતે જીવું છું.’


