ક્રિતી સૅનને હાલમાં જ પ્રોડક્શન હાઉસ લૉન્ચ કર્યું છે જેનું કનેક્શન સુશાંત સિંહ રાજપૂત સાથે હોવાનું ફૅન્સ કહી રહ્યાં છે
ક્રિતી સૅનન, સુશાંત સિંહ રાજપૂત (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)
બોલિવૂડ (Bollywood)માં ‘હીરોપંતી’ (Heropant) ફિલ્મ દ્વારા ડેબ્યૂ કરનાર અભિનેત્રી ક્રિતી સૅનન (Kriti Sanon) ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી રહી છે. તે લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે અને હવે તેણે પોતાનું સ્તર વધાર્યું છે. ક્રિતી સૅનન હવે એક્ટ્રેસની સાથે પ્રોડ્યુસર પણ બની ગઈ છે. તેણે પોતાનું પ્રોડક્શન હાઉસ લૉન્ચ કર્યું છે. ક્રિતીએ બહેન નૂપુર સૅનન (Nupur Sanon) સાથે પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું છે. તેના પ્રોડક્શન હાઉસનું નામ ‘બ્લુ બટરફ્લાય ફિલ્મ્સ’ (Blue Butterfly Films) છે. જોકે, ફૅન્સ ક્રિતીના પ્રોડક્શન હાઉસનું કનેક્શન અભિનેત્રીના એક્સ બૉયફ્રેન્ડ અને સ્વર્ગીય અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) સાથે જોડી રહ્યાં છે. આટલું જ નહીં, સુશાંતની એક જૂની પોસ્ટ જ વાયરલ થઈ રહી છે જેના પરથી લોકોએ તિતલીનું કનેક્શન શોધી કાઢ્યું છે.
ક્રિતી સૅનન હાલમાં જ રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘આદિપુરુષ’ (Adipurush)ને લઈને આજકાલ બહુ ચર્ચામાં છે. ઓમ રાઉત (Om Raut) દ્વારા નિર્દેશિત આ ફિલ્મ દર્શકોને ખાસ પસંદ આવી નથી. આ દરમિયાન ક્રિતી સૅનને પોતાનું પ્રોડક્શન હાઉસ લોન્ચ કર્યું છે.
ADVERTISEMENT
View this post on Instagram
પ્રોડક્શન હાઉસના લોન્ચિંગની સાથે જ ક્રિતી સૅનન તેના હેઠળ બનેલી ફિલ્મની પણ જાહેરાત કરી છે. અભિનેત્રી નવ વર્ષ પછી કાજોલ (Kajol) સાથે કામ કરવા જઈ રહી છે. આ ફિલ્મનું નામ છે ‘દો પત્તી’ (Do Patti) છે. જેમાં કાજોલ અને કૃતિ સાથે જોવા મળશે. આ ફિલ્મ નેટફ્લિક્સ (Netflix) પર રિલીઝ થશે.
જોકે, મહત્વની વાત એ છે કે… ક્રિતી સૅનનના પ્રોડક્શન હાઉસના લોન્ચિંગ સાથે જ એક મહત્વની ચર્ચાએ જોર પકડ્યું છે. ફેન્સ આ પ્રોડક્શન હાઉસનું કનેક્શન ક્રિતી સૅનનના કથિત એક્સ બૉયફ્રેન્ડ અને સ્વર્ગીય અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે જોડી રહ્યાં છે. ક્રિતી સૅનન દ્વારા પોસ્ટ શેર કરતાની સાથે જ કેટલાક ફેન્સે તરત જ નોંધ્યું કે, તેના પ્રોડક્શન બ્લુ બટરફ્લાય ફિલ્મ્સનું સુશાંત સિંહ રાજપૂત સાથે કનેક્શન છે. ક્રિતી સૅનન અને સુશાંત સિંહ રાજપૂત ઘણા સારા મિત્રો હતા અને વર્ષ ૨૦૧૭માં આવેલી ફિલ્મ ‘રાબતા’ (Raabta)માં તેમણે સાથે કામ કર્યું હતું. વર્ષ ૨૦૨૦માં અભિનેતાના મૃત્યુ પછી ક્રિતી ઘણીવાર સુશાંતને યાદ કરતી હતી.
તમને જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂત ઘણીવાર તેના કેપ્શનમાં વાદળી પતંગિયાના ઈમોજીનો ઉપયોગ કરતો હતો. એકવાર એક ચાહકે તેને આ વિશે પૂછ્યું હતું. આના જવાબમાં, અભિનેતાએ `બ્લુ બટરફ્લાય`ને જાદુઈ ગણાવી હતી. તેણે કહ્યું હતું કે, ‘તે શરૂઆતનું પ્રતીક છે, અવરોધ વિના આગળ વધવાનું, તે તમારું અને મારું અને આપણા બધાનું પ્રતીક છે. જેના પર તમે ભરોસો કરો છો એવી લાગણીઓ વ્યક્ત કરવી, જીવનમાં ઉથલપાથલનો અર્થ સમજાવવો. તે તમારા પોતાના અવાજનો પડઘો છે, મારા વ્હાલાઓ તે ખરેખર જાદુઈ છે.’
ફેન્સ તો એમ જ માની રહ્યાં છે કે, ક્રિતી સૅનને આ પ્રોડક્શન હાઉસ સુશાંત સિંહ રાજપૂતની યાદમાં લૉન્ચ કર્યું છે.


