તેમનું કહેવું છે કે રિશી કપૂર અને નીતુ કપૂરે રણબીરને ખૂબ સારા સંસ્કાર આપ્યા છે. તેના વર્તનની પણ તેઓ ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.
સુરેશ ઑબેરૉય
‘ઍનિમલ’માં રણબીર કપૂર સાથે કામ કરીને સુરેશ ઑબેરૉય તેનાં ખૂબ વખાણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે રિશી કપૂર અને નીતુ કપૂરે રણબીરને ખૂબ સારા સંસ્કાર આપ્યા છે. તેના વર્તનની પણ તેઓ ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. તાજેતરમાં જ રણબીરની પ્રશંસા કરતાં સુરેશ ઑબેરૉયે કહ્યું કે ‘રણબીર અદ્ભુત વ્યક્તિ અને ઉમદા ઍક્ટર છે. તેનું વર્તન પણ સારું છે. તેને રિશી કપૂર અને નીતુ કપૂરે સારા આદર્શો શીખવાડ્યા છે. મેં નીતુ કપૂરને મેસેજ કરીને લખ્યું કે ‘આપને બહોત અચ્છે સંસ્કાર દિએ હૈં અપને બેટે કો.’ તે ખૂબ સારી રીતે જાણે છે કે પ્રતિષ્ઠિત વ્યક્તિનું વર્તન કેવું હોવું જોઈએ.’


