સનીએ મુંબઈ માટે નીકળતાં પહેલાં અમ્રિતસર સ્થિત ગોલ્ડન ટેમ્પલની મુલાકાત લીધી હતી અને પછી ફેમસ ‘જ્ઞાની દી ચા’ પીધી અને સમોસાં ખાધાં
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
સની દેઓલ પોતાના દીકરા કરણ દેઓલ સાથે અમ્રિતસરમાં ફિલ્મ ‘લાહોર 1947’નું શૂટિંગ કરી રહ્યો હતો અને હવે તે શૂટિંગ પૂર્ણ કરીને મુંબઈ પહોંચી ગયો છે. જોકે સનીએ મુંબઈ માટે નીકળતાં પહેલાં અમ્રિતસર સ્થિત ગોલ્ડન ટેમ્પલની મુલાકાત લીધી હતી અને પછી ફેમસ ‘જ્ઞાની દી ચા’ પીધી અને સમોસાં ખાધાં. અમ્રિતસરમાં ‘લાહોર 1947’નું શૂટિંગ ખાલસા કૉલેજ તેમ જ અટારી રેલવે સ્ટેશન પર થયું છે.


