કરણે સોશ્યલ મીડિયામાં અમ્રિતસરની ખાલસા કૉલેજની તસવીર શૅર કરીને જાહેરાત કરી છે
સની દેઓલ દીકરા કરણ દેઓલ સાથે
સની દેઓલની આગામી ફિલ્મ ‘1947 લાહોર’માં તેની સાથે તેનો દીકરો કરણ દેઓલ પણ દેખાશે. કરણે સોશ્યલ મીડિયામાં અમ્રિતસરની ખાલસા કૉલેજની તસવીર શૅર કરીને જાહેરાત કરી છે કે તેણે હવે અમ્રિતસરમાં આ ફિલ્મના છેલ્લા શેડ્યુલનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ તસવીર સાથે કરણે કૅપ્શન લખી છે કે ‘પાછા કામ પર…જ્યાં ઇતિહાસ શ્વાસ લે છે ત્યાં વાર્તાઓ જીવંત થઈ જાય છે.’
કરણ દેઓલ પહેલી વખત પપ્પા સની દેઓલ સાથે ‘1947 લાહોર’ દ્વારા મોટા પડદા પર ઍક્શન કરતો દેખાશે. સની દેઓલની આ ફિલ્મને આમિર ખાન પ્રોડ્યુસ કરી રહ્યો છે. એમાં સની અને કરણ ઉપરાંત પ્રીતિ ઝિન્ટા અને શબાના આઝમી જેવી પ્રખ્યાત અભિનેત્રીઓ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં દેખાશે.


